ગોબી મન્ચુરિયન અને કબાબ બાદ હવે પાણીપુરી પણ બેન કરશે આ સરકાર
સ્ટ્રીટ ફૂડનું કોણ દીવાનુ નથી. રોડ પર પાણીપુરીની લારી જોઈને દરેકનું મન લલચાય છે, પરંતુ મોટા ભાગના શહેરોમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી કર્ણાટકમાં તપાસના ઘેરામાં છે. સરકારને તપાસ દરમિયાન પાણીપુરીમાં એવા કેમિકલ રંગોની બાબતે જાણકારી મળી છે જેનાથી કેન્સરનું જોખમ છે. સરકારે આ મામલે તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જરૂરિયાત પડવા પર પાણીપુરી પર પ્રતિબંધ પણ લગાવી શકાય છે. આ અગાઉ સરકાર કુત્રિમ રંગોથી તૈયાર થતા ગોબી મન્ચુરિયન અને કબાબ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં રાજ્યભરની દુકાનોથી લગભગ 250 પાણીપુરીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. તપાસ બાદ ખબર પડી કે કુલ નમૂનામાંથી 40 નમૂના ખાદ્ય માનાંકો પર ખરા ન ઉતરી શક્યા. તેમાં બ્રિલિએન્ટ બ્લૂ, ટર્ટાજિન અને સનસેટ યલ્લો જેવા કેન્સર ઉત્પન્ન કરનારા રસાયણ રંગોની ઉપસ્થિતિ જોવા મળી છે. આ એવા રસાયણ છે જેના નિયમિત સેવનથી શરીરના અંગોને ખૂબ નુકસાન થઈ શકે છે. કેન્સર સહિત ઘણી ગંભીર બીમારીઓનું જોખમ છે.
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગ આ બાબતે ઉચિત કાર્યવાહી કરશે. લોકોના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું આગળ વધતા દિનેશ ગુંડૂ રાવે વિભાગીય અધિકારીઓને સ્ટ્રીટ ફૂડ બનાવવા દરમિયાન સ્વચ્છતા બનાવી રાખવા, ભોજન બનાવવા દરમિયાન સાવધાની રાખવા અને રસાયણ રંગોનો ઉપયોગ ન કરવાને લઈને જાગૃતિ વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, કુત્રિમ રંગોના ઉપયોગવાળા કોટન કેન્ડી, ગોબી અને કબાબના નિર્માણ પર પ્રતિબંધ લગાવાયો છે.
તેમણે આગળ કહ્યું કે, રાજ્યમાં વેચવામાં આવી રહેલા પાણીપુરીના નમૂના પણ એકત્ર કરવામાં આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેમાં ઘણા નમૂના પરીક્ષણમાં ફેલ થયા છે. તેના પર વધુ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને પરીક્ષણ રિપોર્ટ બાદ સ્વાસ્થ્ય વિભાગ ઉચિત કાર્યવાહી કરશે. સાથે જ જનતાએ પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું જોઇએ અને એ ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું જોઈએ જે આપણાં સ્વાસ્થ્ય પર પ્રભાવ નાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp