કરણી સેનાએ મંત્રીના નાક-કાન કાપવાની આપી ધમકી

PC: indianexpress

શ્રી રાજપૂત કરણી સેનાએ રાજસ્થાનના શિક્ષણ મંત્રી કિરણ માહેશ્વરીનું નાક અને કાન કાપવાની ધમકી આપી છે. અસલમાં માહેશ્વરી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે રાજપૂતોની સરખામણી ઉંદરો સાથે કરી હતી. પરંતુ આ અંગે મંત્રીનું કહેવું છે કે તેમનો ઈશારો કોઈ સમુદાય માટેન ન હતો.

તે છત્તાં રાજપૂત સંગઠને તેમના દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરી છે. જ્યારે કોંગ્રેસે તેમના આ સ્ટેટમેન્ટની નિંદા કરી છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહેશ્વરીએ આગળની વિધાનસભાની ચૂંટણીમાં સર્વ રાજપૂત સમાજ સંઘર્ષ સમિતિ દ્વારા ભાજપ વિરોધી પ્રચાર કરવાના તેમના નિર્ણય અંગેની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે એવા પણ લોકો છે જે વરસાદી ઉંદર છે, જે ચૂંટણી આવતાની સાથે જ તેમના દરમાંથી બહાર નીકળી આવે છે. કરણ સેનાએ મંગળવારે પોતાની બેઠક પછી મંત્રીને તત્કાળ માફી અથવા ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

કરણી સેનાએ તેમને યાદ અપાવતા કહ્યું હતું કે આવા સ્ટેટમેન્ટ આપતા પહેલા પદ્માવત વિરોધના સમયે દીપિકા પાદુકોણવાળી ઘટના યાદ રકરવી જોઈએ. કરણ સેનાના પ્રદેશ અધ્યક્ષ મહિપાલ મકરાનાએ એક વીડિયો દ્વારા કહ્યું હતું કે, રાજસ્થાનમાં રાજપૂત સમુદાયના સમર્થનથી ભાજપ મજબૂત સ્થિતિમાં છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં માહેશ્વરીએ આ જ ઉંદરોના દમ પર ચૂંટણી જીતી હતી અને હવે આગામી ચૂંટણીમાં અમે તેમને પાઠ શીખવાડશું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમની વિધાનસભામાં 40000 રાજપૂત મતદાતાઓ છે. તેમણે તરત માફી માગવી જોઈએ. રાજ્ય સરકારે પણ આ સંબંધમાં સ્ટેટમેન્ટ જાહેર કરવું જોઈએ. અમે મહિલાઓની ઘણી ઈજ્જત કરીએ છે, પરંતુ તે એક મહિલા દ્વારા કરવામાં આવતા તેમના સમુદાયનું અપમાન સહન કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp