દિવ્યાંગ કારસેવકે PM મોદી અને CM મોહન યાદવને કરી આ ભાવુક અપીલ

PC: indiatoday.in

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. આ દરેક સનાતની માટે ગર્વની ક્ષણ છે. વર્ષો બાદ રામલલા પોતાના મંદિરમાં બિરાજીત થવા જઇ રહ્યા છે. એવામાં કારસેવકોનો પણ ઉત્સાહ ચરમ પર છે. તેમનો લાંબો સંઘર્ષ હવે સાકાર થઈ ગયો છે. એવામાં કારસેવા દરમિયાન દિવ્યાંગ થયેલા મધ્ય પ્રદેશના એક વ્યક્તિએ વડાપ્રધાન મોદીને રામલલાના દર્શનનો લાભ કરાવવાની ભાવુક અપીલ કરી છે.

6 ડિસેમ્બર 1992નો એ દિવસ જ્યારે  અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સપનું લઈને હજારો રામભક્ત અયોધ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે એ હજારોની ભીડમાં રામ મંદિર નિર્માણનું સપનું લઈને અચલ સિંહ મીણા પણ પહોંચ્યા હતા. એ સમયે તેમની ઉંમર લગભગ 30 વર્ષની હતી. અચલ સિંહ મીણા વિવાદિત ઢાંચો પાડવા માટે ઉપર ચઢી ગયા હતા. થોડા સમય બાદ જ્યારે ઢાંચો નીચે પડ્યો તો તેનો એક હિસ્સો અચલ સિંહની પીઠ પર પડ્યો અને તે દિવ્યાંગ થઈ ગયો. ત્યારબાદ અચલ સિંહ મીણા ભોપાલ પાસે ગુમાનામીની જિંદગી વિતાવવા મજબૂર છે.

રામ જન્મભૂમિ આંદોલનનો સૌથી મોટો ફાયદો ભાજપને થયો. જે એક સમયે 2 સીટોવાળી રાજનીતિક પાર્ટી હતી, તે આજે કેન્દ્રમાં અને દેશના મોટા ભાગના રાજ્યોમાં સરકાર ચલાવી રહી છે. પરંતુ આ આંદોલનમાં ઘણા ચહેરા એવા હતા જે ગુમનામ થઈને રહી ગયા. અહી અમે બતાવી રહ્યા છીએ એક એવા કાર સેવકની કહાની, જે અયોધ્યા ગયા તો પોતાના બંને પગ પર, પરંતુ જ્યારે પાછા ફર્યા તો બીજાઓના સહારે ચાલીને અને હવે જિંદગીભર માટે પથારી પકડી ચૂક્યા છે.

આ કહાની છે એ કારસેવકની છે જેમણે અયોધ્યામાં રામ મંદિરની ચાહતમાં પોતાનું આખું જીવન લગાવી દીધું. આ કહાની અચલ સિંહ મીણાની છે જે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત ઢાંચાને પાડતા એવી રીતે ઇજાગ્રસ્ત થયા કે હવે જિંદગીભર બીજાઓની મદદ વિના પથારી પણ છોડી શકતા નથી. જ્યારે અચલ સિંહ મીણાને મળવા એક ન્યૂઝ ચેનલ તેમના ગામે પહોંચી તો અચલ સિંહની આંખોમાં રામ મંદિર બનવાની ખુશી દેખાઈ.

તેમણે વાતચીત કરતા ઈચ્છા વ્યક્ત કરી કે રામલાલના દર્શન અને અયોધ્યામાં જવાનું સપનું પૂરું થાય. તેના માટે અચલ સિંહ મીણાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી મોહન યાદવને વિનંતી કરી છે કે 22 જાન્યુઆરી બાદ જ, પરંતુ એક વખત તેમને રામલાલના દર્શનનો લાભ કરાવી દે. 3 ડિસેમ્બર 1992ના રોજ અચલ સિંહ 30 વર્ષના હતા. ત્યારે બજરંગ દળના જિલ્લા સંયોજક અને વર્તમાન ભોપાલની કોલાર સીટથી ધારાસભ્ય રામેશ્વર શર્મા સાથે ભોપાલ પુષ્પક એક્સપ્રેસમાં બેસીને લખનૌ અને પછી ત્યાંથી ફૈઝાબાદ પહોંચ્યા હતા.

6 ડિસેમ્બરે બાબરી વિધ્વંસ દરમિયાન ગુંબજના એક ભાગનો કાટમાળ અચલની પીઠ પર પડ્યો અને કમરના નીચેના આખા ભાગે કામ કરવાનું બંધ કરી દીધું. અચલને પહેલા ફૈઝાબાદમાં દાખલ કરાવવામાં આવ્યા અને ત્યારબાદ ગાંધી મેડિકલ કૉલેજ લખનૌ લઈ ગયા, જ્યાં તેમને હોશ આવ્યા, ત્યારથી તેઓ ચાલી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp