કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓને મળશે આટલા રૂપિયા પગાર

PC: amarujala.com

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર માટે 50 પૂજારીઓની ભરતી કરવામાં આવશે. પૂજારીઓની ભરતી ત્રણ શ્રેણીમાં થશે. વરિષ્ઠ અર્ચકને 90 હજાર, જુનિયર અર્ચકને 70 હજાર અને મદદનીશ અર્ચકને 45 હજાર પ્રતિ માસ પગાર આપવામાં આવશે. એટલું જ નહીં, પૂજારીઓને રાજ્યના કર્મચારીઓની જેમ ઘણા ભથ્થા પણ આપવામાં આવશે. હકીકતમાં, કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની 105મી બેઠકમાં પૂજારી સેવા નિયમોને લઈને સર્વસંમતિ સધાઈ છે.

 

અહીં તમને જણાવી દઈએ કે, કમિશનરેટ ઓડિટોરિયમમાં આયોજિત બેઠકની શરૂઆત ટ્રસ્ટના પ્રમુખ પ્રો. નાગેન્દ્ર પાંડેના અધ્યક્ષસ્થાને થઇ હતી. એ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે, મંદિર દ્વારા સંસ્કૃત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. આ આંતર-શાળા સહિત તમામ સ્તરે કરવામાં આવશે. શહેરના સ્ટેશનો, બસ સ્ટેન્ડ અને ઘાટ પર રહેતા લોકોને દરરોજ બાબાનો પ્રસાદ તૈયાર કરીને વહેંચવામાં આવશે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશ્વ ભૂષણ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રસાદ મંદિરના અનાજ ભંડારમાં તૈયાર કરવામાં આવશે અને મંદિરના પોતાના વાહનોમાં પેક કર્યા પછી બપોરે તેનું વિતરણ કરવામાં આવશે. પ્રસાદમાં ખીચડી, ચણા ભાત અને પુરી શાક વગેરેનો પ્રસ્તાવ છે.

 

બેઠકમાં જમીન અને મકાનનો ઉપયોગ કરવા માટે આર્કિટેક્ટ કંપનીની નિયુક્તિ કરવા માટે પણ સંમતિ થઈ હતી. મુલાકાતીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સુવિધાઓ વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં જમીન અને મકાનની ખરીદી, રસ્તા પહોળા કરવા, પાર્કિંગ વગેરેનો સમાવેશ થાય છે.

ટ્રસ્ટના સભ્ય અને સંપૂર્ણાનંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. બિહારી લાલને સંસ્કૃત યુનિવર્સિટી મંદિર વતી સહકારની અપેક્ષા હતી. ટ્રસ્ટના અધ્યક્ષે બિલ્ડીંગના સમારકામ અને જાળવણી માટે 1 કરોડ રૂપિયા આપવાનું સૂચન કર્યું હતું. જેના પર બેઠકમાં સર્વસંમતિ સધાઈ હતી. તિરુપતિ બાલાજી અને મહાકાલની તર્જ પર વિશ્વનાથ મંદિરમાં પ્રસાદની એક અલગ રેસીપી તૈયાર કરવા પર સંમતિ સધાઈ હતી. આ પહેલા મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારીએ છેલ્લી બેઠકમાં લીધેલા નિર્ણયના અમલીકરણ અને આગામી સત્રના બજેટ અંગે ચર્ચા કરી હતી. મંદિરના ટ્રસ્ટી વેંકટ રમણ ઘનપથીએ પણ વૈદિક મંત્રો સાથે આહ્વાન કર્યું હતું.

 

ટ્રસ્ટની બેઠકમાં ચાર દાયકા બાદ પુજારી સેવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સિનિયર, આસિસ્ટન્ટ અને જુનિયર એમ ત્રણ પોસ્ટ હશે. તેમની સંખ્યા લગભગ 50 હશે. દરેક વ્યક્તિનો અલગ-અલગ રંગનો ડ્રેસ કોડ હશે, જેમાં કુર્તા, ધોતી અને દુપટ્ટા વગેરેનો સમાવેશ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp