કેજરીવાલે મોહન ભાગવતને 5 સવાલ પુછ્યા, કહ્યું શું PM માટે પણ ઉંમરનો નિયમ લગાવશો?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે ‘જનતા કી અદાલત’ કાર્યકર્મ આયોજિત કર્યો હતો. જેમાં તેમણે RSSના વડા મોહન ભાગવતને 5 સવાલો પુછ્યા હતા.
(1) PM મોદી લાલચ આપીને અથવા ED- CBIનો ડર બતાવીને વિપક્ષ નેતાઓને તોડી રહી છે, સરકાર પાડી રહી છે. શું મોહન ભાગવત માને છે કે આ દેશના લોકતંત્ર માટે હાનિકારક છે?
(2) દેશના સૌથી ભ્રષ્ટ્ર નેતાઓને ભાજપે સામેલ કર્યા છે, શું તમે આવી BJPની કલ્પના કરેલી? શું આ પ્રકારની રાજનીતીથી RSS સમંત છે?
(3) શું તમે ક્યારેય પ્રધાનમંત્રી મોદીને કહ્યું કે, તેઓ ખોટો રસ્તો ન અપનાવે
(4) જે પી નડ્ડાએ કહ્યું કે ભાજપને RSSની જરૂર નથી. કેજરીવાલે કહ્યુ કે, RSS તો ભાજપની મા છે તો શું એક દીકરો માને આવું કહે તો તમને દુખ ન થયું? કાર્યકરોને પીડા ન થઇ?
(5) 75 વર્ષની ઉંમરે નિવૃત થવાનો RSS અને ભાજપનો નિયમ છે. શું આ નિયમ પ્રધાનમંત્રી મોદીને પણ લાગૂ પડશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp