જેલમાંથી કેજરીવાલે 6 ગેરંટી આપી, પત્ની સુનિતાએ દિલ્હીની રેલીમાં વાંચી સંભળાવી

PC: twitter.com

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ED કસ્ટડી વચ્ચે લોકો માટે 6 ગેરંટી જાહેર કરી છે, જેમાં દેશભરના ગરીબોને મફત વીજળી, મોહલ્લા ક્લિનિક અને દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. તેમની આ જાહેરાત લોકસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત INDIA એલાયન્સ રેલીમાં પોતાનો પત્ર વાંચતી વખતે આ જાહેરાત કરી હતી.

પહેલીવાર રાજકીય મંચ પર જોવા મળેલા સુનિતા કેજરીવાલે 31 માર્ચે રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં કહ્યુ કે, તમારા કેજરીવાલે તમારા માટે મેસેજ મોકલ્યો છે. સુનિતાએ કહ્યું કે, હું પુછવા માંગુ છુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મારા પતિને જેલમાં મોકલી આપ્યા. શું તેમણે આ યોગ્ય કર્યું છે? શું તમે માનો છો કે કેજરીવાલ સાચા દેશભક્ત અને ઇમાનદાર વ્યકિત છે? ભાજપ કહી રહી છે કે કેજરીવાલ જેલમાં છે એટલે તેમણે રાજીનામું

આપી દેવું જોઇએ. મારે કહેવું છે કે શું કેજરીવાલે રાજીનામું આપવું જોઇએ? સુનિતાએ કહ્યું કે તમારા કેજરીવાલ સિંહ છે, તેમને વધારે દિવસ જેલમાં રાખી શકાશે નહીં. કેજરીવાલ કરોડો લોકોના દિલમાં વસેલા છે.

આ પછી સુનિતાએ અરવિંદ કેજરીવાલે લખેલો પત્ર વાંચી સંભળાવ્યો હતો. કેજરીવાલે પત્રમાં કહ્યું છે કે, હું તમને 6 ગેરંટી આપું છું. પહેલી એ કે આખા દેશમાં પુરા 24 કલાક વિજળી આપશે, ક્યારેય પાવર કટ નહીં થાય. બીજી ગેરંટી એ કે આખા દેશમાં ગરીબો માટે વિજળી મફત કરી દેવાશે. ત્રીજી ગેરંટી એ છે કે દરેક ગામ અને દરેક શેરીઓમાં શાનદાર શાળા બનાવીશું. ચોથી ગેરંટી એ છે કે દરેક ગામ અને શેરીઓમાં મહોલ્લા ક્લીનીક બનાવીશું, દરેક જિલ્લામાં શાનદાર હોસ્પિટલ બનાવીશું, દરેક વ્યકિત માટે શાનદાર અને મફત સારવારની વ્યવસ્થા કરીશું. પાંચમી ગેરંટી એ છે કે, ખેડુતોને સ્વામિનાથન કમિશનની ભલામણો મુજબ પાક પર MSP આપીશું. છઠ્ઠી ગેરંટી એ છે કે, દિલ્હીના લોકોએ અન્યાય સહન કર્યો છે તેમણે પસંદ કરેલી સરકાર પંગુ છે. આ અન્યાય સમાપ્ત કરી દઇશું અને દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવીશું.

તેમણે કહ્યું કે હું INDIA ગઠબંધનના સાથીદારોની માફી માંગુ છું કારણ કે મેં આ જાહેરાત કરતા પહેલા તેમની પરવાનગી કે સંમતિ લીધી ન હતી. હું જેલમાં છું તેથી આ શક્ય ન હતું. મને આશા છે કે કોઈને કોઈ વાંધો નહીં હશે.

આ બધી 6 ગેરંટીને 5 વર્ષમા પુરી કરવામાં આવશે. પૈસા ક્યાંથી આવશે એ બાબતે મેં પુરી યોજના બનાવી લીધી છે. હું જેલમાં સ્વસ્થ છુ અને ઉર્જાથી ભરપૂર છું. આ ધરપકડે મારા ઇરાદાઓને વધારે મજબુત બનાવ્યા છે. જલ્દી જેલમાંથી બહાર આવીને તમને મળીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp