કેજરીવાલ 1 વર્ષ પછી ગુજરાત આવી રહ્યા છે, શું ઓપરેશન લોટસનું ટેન્શન છે?

PC: twitter.com

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પછી લગભગ 1 વર્ષ બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરી 2024ના દિવસે ગુજરાતની મુલાકાતે આવશે અને ભરૂચ જિલ્લામાં એક મોટી જાહેરસભા કરશે.

ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા સંદિપ પાઠકે માહિતી આપતા કહ્યુ હતું કે, 10 દિવસની વિપશ્યના શિબિર પછી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

કેજરીવાલની ગુજરાતની મુલાકાત પાછળ એવું કારણ માનવામાં આવે છે તેમને ભાજપના ઓપરેશન લોટસનો ડર છે. ગુજરાતમાં AAPના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે અને એક ધારાસભ્ય વન કર્મચારી સાથેની મારામારી કેસમાં જેલમાં છે. ભાજપ આમ આદમી પાર્ટીમાં વધારે ભંગાણ ન પાડે એટલા માટે કેજરીવાલે ફરી ગુજરાત પર ધ્યાન આપ્યું છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના વિસ્તારમાં કેજરીવાલ જાહેરસભા કરવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp