કેજરીવાલે કહ્યું- મને નોબેલ પ્રાઇઝ મળવું જોઇએ, કારણ પણ જણાવી દીધું

PC: twitter.com

લોકસભાની ચૂંટણીની હવે ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે, તે પહેલાં બધી પાર્ટીઓ હવે ચૂંટણી પ્રચારમાં લાગી ગઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં કહ્યું કે, મને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. કેજરીવાલે તેના માટેનું કારણ પણ જણાવી દીધું છે.

લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. અરવિંદ કેજરીવાલ દરેક સભામાં તમામ સાત સીટો પર ઈન્ડિયા એલાયન્સને વોટ કરવા લોકોને અપીલ કરી રહ્યા છે. રવિવારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટરમાં પાણીના વધેલા બિલ માટે દિલ્હી સરકાર દ્વારા લાવવામાં આવેલી વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમને અધિકારીઓએ રોકવાના મુદ્દે કેજરીવાલે કહ્યું કે તેઓ જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યા છે તેના કારણે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે ભાજપના લોકો લેફ્ટનન્ટ ગવર્નરનો ઉપયોગ કરી રહ્યા છે, અધિકારીઓ દરેક કામમાં અડચણો ઉભી કરી રહ્યા છે, હું કઈ પરિસ્થિતિમાં કામ કરી રહ્યો છું તે હું કહી શકતો નથી, પરંતુ હું તમારો પુત્ર છું. તમારું કામ અટકવા દઇશ નહીં. કેજરીવાલે કહ્યું કે હું જે પરિસ્થિતિઓમાં કામ કરી રહ્યો છું તેના માટે મને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

આ પ્રસંગે કેજરીવાલે લોકોને અપીલ કરી કે, દિલ્હીની સાતેય લોકસભા સીટ પર INDIA ગઠબંધનને જીત અપાવજો. જેથી દિલ્હીની સુરક્ષાનો વિસ્તાર વધી શકે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે લોકો મને પ્રેમ તો બહુ કરો છો, પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે તમે ભાજપને વોટ આપી દો છો. આ વખતે સાતેય સીટ INDIA ગઠબંધનને આપવાની છે. કેજરીવાલે કહ્યુ કે, ભાજપના દિલ્હીના સાતેય સાંસદોએ આજ સુધી જનતાનો કોઇ પણ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો નથી.

કેજરીવાલે કહ્યુ કે, જે લોકોને એવું લાગતું હોય કે પાણીનું બિલ ખોટું આવી ગયું છે તો ભરવાની જરૂરત નથી, અમે ભાજપ વાળીની મનમાની ચલાવીશું નહીં. તેમણે કહ્યું કે, ભાજપ વાળા દિલ્હીના લોકોને નફરત કરે છે અને કહે છે કે તમે દિલ્હીના માણસને મુખ્યમંત્રી કેમ બનાવી દીધો. કેજરીવાલે કહ્યું કે, હું તમને દુખી જોઇ ન શકું. તેમણે આગળ કહ્યુ કે, ભાજપ વાળા તમારા પર અત્યાચાર કરે તો હું મજબુત દિવાલ બનીને ઉભો રહી જઇશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp