આંબેડકરના અપમાનનો માહોલ કોંગ્રેસે ઉભો કર્યો, પરંતુ લાડવો કેજરીવાલ ખાઇ જશે
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અત્યારે જે પ્રમાણેની રાજનીતિ કરી રહ્યા છે તે જોઇને દિગ્ગજ રાજકારણીઓ પણ ચકકર ખાઇ ગયા છે.
રાજ્યસભામાં અમિત શાહના એક વાક્યને પકડીને જે રીતે કોંગ્રેસે બખેડો ઉભો કર્યો તેનો ફાયદો ઉઠાવવાની કેજરીવાલ તૈયારી કરી રહ્યા છે. દિલ્હીમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને AAPએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે હવે કેજરીવાલની નજર કોંગ્રસેની દલિત વોટબેંક પર છે.
આમ આદમી પાર્ટીએ X પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં AIની મદદથી ડો. આંબેડકર કેજરીવાલના માથા પર હાથ રાખીને આર્શીવાદ આપી રહ્યા હોય તેવું બતાવવામાં આવ્યું છે.
કોંગ્રેસે ઉભો કરેલો માહોલની મલાઇ ખાઇ જવા કેજરીવાલ તૈયારી કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp