ઇન્દિરા ગાંધીના વખાણ કરતા થાકી રહ્યા નથી BJPના મંત્રી સુરેશ ગોપી

PC: moneycontrol.com

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુરેશ ગોપી સતત લાઇમલાઇટમાં છે. કેરળમાં ભાજપનું ખાતું ખોલનાર સાંસદ સુરેશ ગોપીએ શનિવારે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દિરા ગાંધીને લઈને નિવેદન આપ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા આપી. તેમણે કહ્યું કે, માત્ર એટલે કે ઇન્દિરા ગાંધી કોંગ્રેસથી છે, હું તેમને સ્વતંત્રતા બાદ તેમના મૃત્યુ સુધી ભારતના વાસ્તવિક આર્કિટેક્ટ કહેવાથી પાછળ નહીં હટી શકું.

ભાજપના સાંસદ સુરેશ ગોપીએ આગળ કહ્યું કે, મારા પિતાના પરિવારનો સંબંધ કોંગ્રેસ પાર્ટી સાથે હતો અને મારા માતાના પરિવારે કેરળમાં જનસંઘની રચનામાં કામ કર્યું. હું પોતે પણ SFI સાથે જોડાયેલો હતો. એટલું જ નહીં તેમણે વધુમાં કહ્યું કે, SFI પાર્ટીનો સાથ છોડવાના કારણ રાજનીતિક નહોતું. આ નિર્ણય મેં પોતાની ભાવનાના આધાર પર જ લીધો હતો. હું સનાતન ધર્મનું પાલન કરું છું. ઇન્દિરા ગાંધીવાળા નિવેદન પર સફાઇ આપતા કહ્યું કે, ઇન્દિરા ગાંધીનો સંબંધ બીજી પાર્ટી સાથે છે એટલે હું તેમને સ્વતંત્રતા બાદ તેમના મૃત્યુ સુધી ભારતના વાસ્તવિક આર્કિટેક્ટ કહેવાથી પગ પાછળ નહીં ખેચી શકું.

કેરળથી ભાજપના પહેલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ‘મધર ઓફ ઈન્ડિયા’ બતાવ્યા હતા. સાથે જ કેરળના બે પૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસના કે.કે. કરુણાકરણ અને લેફ્ટના ઇ.કે. નયનારને પોતાના રાજનીતિક ગુરુ કહ્યા. સુરેશ ગોપીએ 12 જૂન પુન્નકુન્નમ કરુણાકરણના સ્મારક સ્થળ મુરલી મંદિરમ ગયા હતા. અહી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને હું મધર ઓફ ઈન્ડિયા માનું છું. હું પોતાના રાજનીતિક ગુરુને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. તેઓ એક સાહસી મુખ્યમંત્રી હતા. એટલું જ નહીં, તેમણે અહી સુધી કહ્યું કે, તેમના પ્રવાસનો કોઈ રાજનીતિક અર્થ ન કાઢવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, એક્ટરમાંથી નેતા બનેલા સુરેશ ગોપીએ હાલમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રિશૂર લોકસભા સીટથી સત્તાધારી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના ઉમેદવાર વી.એસ. સુનિલ કુમારને 74,686 વૉટથી હરાવ્યા. તેમણે કેરળથી જીતીને પોતાનો એક અલગ જ રેકોર્ડ કાયમ કર્યો છે. તેઓ કેરળના એકમાત્ર ભાજપના સાંસદ બની ગયા છે. સુરેશ ગોપીને આ જીતનો ફાયદો પણ ખૂબ મળ્યો. તેમને વડાપ્રધાન મોદીની ટીમમાં જગ્યા મળી છે. ગોપી મંગળવારે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સાથે સાથે પર્યટન મંત્રાલયનો કાર્યભાર પણ સંભળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp