આ નવું આવ્યું- કેજરીવાલ પાછળ ભાજપ નહીં પણ કોંગ્રેસેને કારણે ED પડી ગયું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ગઠબંધન INDIAમાં તકરાર વધતી નજરે પડી રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને રાહુલના વાયનાડ સીટથી ચૂંટણી લડવાને અનુચિત કરાર આપી દીધો છે. સાથે જ વામ દળના નેતાએ એવો પણ આરોપ લગાવ્યો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ લગાવવામાં કોંગ્રેસે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પિનરાયી વિજયનનું કહેવું છે કે, રાહુલને CPIના ઉમેદવાર એની રાજા વિરુદ્ધ ઉતારવાનો કોંગ્રેસનો નિર્ણય અનુચિત છે.
તેમણે કહ્યું કહ્યું કે, 'શું રાહુલ ગાંધી કહી શકે છે કે તેઓ ત્યાં NDA વિરુદ્ધ લડવા આવ્યા છે? તેઓ અહી LDF વિરુદ્ધ લડવા આવ્યા છે, જે મોટી રાજનીતિક તાકત છે. તેમણે સવાલ કર્યો કે, INDIA ગઠબંધનમાં સામેલ LDF વિરુદ્ધ ચૂંટણી લડવા પર તેઓ શું સ્પષ્ટતા આપી શકે છે અને તે પણ એની રાજા વિરુદ્ધ, જે રાષ્ટ્રીય સ્તરના નેતા છે. તેમણે રાહુલ પર ડબલ સ્ટાન્ડર્ડ'ના પણ આરોપ લગાવ્યા છે. કેરળના મુખ્યમંત્રીએ સવાલ કર્યો કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મુદ્દા પર ચૂપ કેમ રહ્યા છે.
આ દરમિયાન પિનરાયી વિજયને કેન્દ્રીય એજન્સીઓના મુદ્દા પર પણ કોંગ્રેસને ઘેરી. તેમણે કહ્યું કે, 'ગેર કોંગ્રેસી વિપક્ષી નેતાઓને જ્યારે કેન્દ્રીય એજન્સીઓ નિશાનો બનાવે છે, ત્યારે કોંગ્રેસ કંઇ કહેતી નથી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, તેમણે આરોપ લગાવ્યા કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારની આબકારીનીતિ સાથે જોડાયેલા કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં કોંગ્રેસે મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી, ત્યારે કોંગ્રેસે ફરિયાદ કરી હતી કે કેમ કેજરીવાલને કસ્ટડીમાં ન લેવામાં આવ્યા.
વાયનાડમાં શું છે રાજનીતિક સમીકરણ?
વાયનાડમાં ભાજપે પોતાના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને ઉમેદવારના રૂપમાં ચૂંટણી મેદાનમાં ઉતારીને ચોંકાવી દીધા છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4.31 લાખથી વધુ વૉટના ભારે અંતરથી જીત હાંસલ કરી હતી. આ અંતર કેટલમાં 2019ની લોકસભા સીટોમાં સૌથી વધુ અંતર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp