કેરળમાં એક દિવસમાં આવ્યા આ બીમારીના 190 દર્દી, મગજ પર કરી શકે છે અસર

PC: twitter.com

કેરળમાં મમ્પ્સ (Mumps)ના દર્દી તેજીથી વધી રહ્યા છે. એક જ દિવસમાં તેના 190 દર્દી સામે આવવાથી હાહાકાર મચી ગયો છે. માર્ચ મહિનામાં તેના 2505 કેસ સામે આવી ચૂક્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, છેલ્લા 2 મહિનામાં મમ્પ્સના 11 હજાર 467 કેસ સામે આવ્યા છે. આ બીમારી લોકોની ઇમ્યુન સિસ્ટમ પર સીધી અસર નાખે છે.

શું છે મમ્પ્સના લક્ષણ?

આ બીમારીને ચિપમંક ચીક્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારીમાં તાવ, માથાનો દુઃખાવો, થાક, શરીદમાં દુઃખાવો. સલાવરી ગ્લેન્ડમાં સોજા જેવા લક્ષણ નજરે પડે છે. આ બીમારીમાં દર્દીના ગાલ પર સોજો આવી જાય છે. કેટલીક વખત આ બીમારીના લક્ષણ સામે આવી શકતા નથી. કેટલીક વખત તેના લક્ષણ 2 થી 3 અઠવાડિયા બાદ નજરે પડે છે.

કેટલો ખતરનાક છે મમ્પ્સ?

મમ્પ્સ એક વાયરસ પેરામિક્સોવાયરસના કારણે ફેલાય છે. કોઈ પણ વ્યક્તિમાં પીડિતના સંપર્કમાં આવવાથી કે પછી હવામાં વોટર ડ્રોપલેટ્સના માધ્યમથી ટ્રાન્સફર થઈ શકે છે અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં બીમારી ઉત્પન્ન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ મમ્પ્સનો શિકાર થઈ જાય છે તો મગજમાં સોજાનું જોખમ રહી શકે છે. ગંભીર દર્દીઓમાં એ પેનક્રીયાઝ અને ટેસ્ટિકલ્સને પણ પ્રભાવિત કરી શકે છે.

કેવી રીતે કરી શકાય છે બચાવ?

આ બીમારીથી બચવા માટે લોકોને માસ્ક અને સમય સમય પર હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે. બાળકો માટે તેની વેક્સીન પણ ઉપલબ્ધ છે. તેને પ્રાઇવેટ સેન્ટરમાં લઇ શકાય છે. આ બીમારી નબળી ઇમ્યુનિટીવાળા લોકોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. એક વખત કોઈ આ બીમારીની ઝપેટમાં આવી જાય તો તેની સારવાર ઘણા દિવસો સુધી ચાલે છે. આ એન્ટીબાયોટિક દવાઓથી વહેલો સારો થતો નથી. જાણકારોનું કહેવું છે કે મમ્પ્સ થવા પર એસિડવાળા ખાદ્ય પદાર્થોથી બચવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp