બિહારના ગામમાં આવી PMOથી ચિઠ્ઠી, અંદર એવું કંઇક લખ્યું હતું કે આખું ગામ નાચ્યું

PC: facebook.com/meghauna.2017

બિહારના ખગડિયામાં એક નાનકડું ગામ છે મેઘૌના. હાલમાં જ પ્રાકૃતિક રૂપે ધની આ ગામમાં એક ચિઠ્ઠી આવી. ચિઠ્ઠી પણ કોઈ સામાન્ય જગ્યાએથી નહીં, પરંતુ ભારતના પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે PMOથી આવી છે. એ જોતા આખું ગામ ચોંકી ગયું. બધા ઉત્સુક હતા કે આખરે પ્રધાનમંત્રીની ઓફિસથી આ ચિઠ્ઠી કેમ મોકલવામાં આવી છે અને તેમાં શું લખ્યું છે? જ્યારે ચિઠ્ઠી ખોલીને વાંચી તો તેમાં લખેલી વાત જાણીને દરેકના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ગામમાં મોટેરા, વૃદ્ધથી લઈને બાળકો પણ ખુશ છે.

ખગડિયાના અલોલી પેટાવિભાગના મેઘૌના પંચાયતમાં આ ચિઠ્ઠી મોકલવામાં આવી હતી. આ ગામની હાલની સરપંચ આકાંક્ષા બસુ નામ આ ચિઠ્ઠી મોકલવામાં આવી છે. આકાંક્ષાને પ્રધાનમંત્રીની ઓફિસથી મોકલવામાં આવેલી આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમારે દિલ્હી આવવાનું છે, તેનું નિમંત્રણ તમને આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આગામી 15 ઑગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ધ્વજને સલામી આપશે.

આ અવસર પર આ ગામના વર્તમાન સરપંચ આકાંક્ષા બસુને PMO તરફથી 15 ઑગસ્ટે કાર્યક્રમમાં સામેલ થવા માટે દિલ્હી બોલાવવામાં આવી છે. ધ્વજવંદનમાં બિહારથી 9 મહિલા જનપ્રતિનિધિઓને PMO તરફથી નિમંત્રણ ચિઠ્ઠી મોકલવામાં આવી છે. જેમાં ખગડિયાની યુવા સરપંચ આકાંક્ષા બસુનું નામ પણ સામેલ છે. PMO તરફથી ચિઠ્ઠી મળવા અને દિલ્હી જવાને લઈને મેઘૌના પંચાયતન લોકો ખૂબ ખુશ છે.

તેમનું કહેવું છે કે તેમની પંચાયતની સરપંચ આકાંક્ષા બસુ દિલ્હીમાં લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમના વિશેષ અતિથિ બનવાનું સૌભાગ્ય મળ્યું છે એ ખુશીની વાત છે. પંચાયતન લોકોના જણાવ્યા મુજબ, પંચાયતમાં 2 કરોડ કરતા વધુના ખર્ચથી વિકાસ કાર્ય થયું છે. તો 15 ઑગસ્ટે લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં જવાને લઈને આકાંક્ષા બસુ ખૂબ ઉત્સાહિત છે. તે કહે છે કે PMO તરફથી મોકલવામાં આવેલો બુલાવો દેશમાં મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp