ખાન સર બોલ્યા, તમારું સિલેક્શન ફિક્સ છે, છોકરીએ ત્રીજો રેન્ક મેળવ્યો!

PC: aajtak.in

બિહાર પીપલ્સ સર્વિસ કમિશન BPSCએ 15 જાન્યુઆરીએ 68મી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં પ્રેરણા સિંહ ત્રીજા સ્થાને આવી છે. તેમને ડેપ્યુટી SP DSPનું પદ મળ્યું છે. પ્રેરણા હાજીપુર જિલ્લાના બિદુપુર ગામની રહેવાસી છે. પ્રેરણાએ જણાવ્યું કે, તેણે બિહારના ખાન સરના કોચિંગથી BPSCની તૈયારી કરી હતી. ખાન સાહેબે પ્રેરણાની પસંદગી વિશે મોક ઈન્ટરવ્યુમાં જ કહી દીધું હતું.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પ્રેરણાના પિતા હાઈકોર્ટમાં વકીલ છે. પ્રેરણાએ બાળપણથી જ જોયું હતું કે લોકો તેના પિતાને ખૂબ માન આપે છે. તેથી, તેણે બાળપણમાં જ નક્કી કરી લીધું હતું કે, તે પણ કો સારા પદની નોકરી માટે તૈયારી કરશે. તેથી તે વધુ અભ્યાસ કરવા પટના આવી ગઈ હતી. અહીં તેણે ખાન ગ્લોબલ સ્ટડીઝમાંથી BPSCની તૈયારી શરૂ કરી. પ્રેરણાએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, પરીક્ષા પહેલા એક મોક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. આ પછી ખાન સરે તેમના અનુભવના આધારે કહ્યું કે, તેમની પસંદગી કરવામાં આવશે. તું નિરાંતે બેસી જા, તારી પસંદગી નક્કી છે. અને આ વાત સાચી સાબિત થઈ. પસંદગી પછી ખાન સાહેબે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે.

આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ખાન સર અને અન્ય ત્રણ લોકો પેનલમાં બેઠા છે. વિડીયો પરથી લાગે છે કે પ્રેરણાનો મોક ઈન્ટરવ્યુ ચાલી રહ્યો છે. આમાં, ખાન સાહેબ પ્રેરણાને કહે છે, 'વિશ્વાસ રાખો. તમારી પસંદગી થઈ ગઈ છે (થઈ જશે). આરામથી બેસો.'

વર્ષ 2023માં SDM જ્યોતિ મૌર્ય કેસ પછી ખાન સરનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર પ્રદેશમાં SDM જ્યોતિ મૌર્યના કેસ પછી લગભગ 93 મહિલાઓના પતિઓએ તેમનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો. તે બધા ખાન સરના કોચિંગ હેઠળ BPSCની તૈયારી કરી રહ્યા હતા.

વાયરલ વીડિયોમાં ખાન સર કહે છે, 'અમારી સંસ્થામાંથી BPSCની તૈયારી કરી રહેલી લગભગ 93 મહિલાઓના પતિઓ આવ્યા અને તેમને લઈ ગયા. અમે તેમને સમજાવ્યું કે, આ ખોટું થાય છે, આવું ન થવું જોઈએ. આ બહુ ખોટું છે. કોઈની ભૂલની સજા તમે બીજાને કેવી રીતે આપી શકો છો? અમે લોકો કોઈને કેટલું સમજાવી શકીએ? તેઓ તેમની પત્નીઓને બળજબરીથી લઈ ગયા, પછી ભલેને અમે તેમને કેટલું પણ સમજાવીએ. પ્રવેશ રદ્દ કરાવીને પણ લઇ ગયા, તે ખોટું છે.'

ખાન સાહેબે વધુમાં કહ્યું કે, અમે કોઈના પારિવારિક મામલામાં કંઈ કરી શકતા નથી. એટલું બધું ખોટું થયું છે કે, હું તમને શું કહું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp