મલ્લિકાર્જૂન ખરગે અધ્યક્ષ, નીતિશને સંયોજકની ઓફર, INDIA બેઠકમાં શું-શું થયું?

PC: jagran.com

INDIA ગઠબંધનની આજે વર્ચુઅલ બેઠક થઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેને ગઠબંધનના પણ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો બિહારના મુખ્યમંત્રી અને JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારને ગઠબંધનના સંયોજક બનવાની ઓફર આવી હતી, પરંતુ નીતિશ કુમારે પોતે જ ઇનકાર કરી દીધો. એ સિવાય સીટ શેરિંગમાં આવી રહેલા પડકારો પર પણ ચર્ચા થઈ. સંયોજક પદના પ્રસ્તાવ અગાઉ નીતિશ કુમારે કહ્યું કે, મને કોઈ પદની લાલસા નથી.

આ બેઠકમાં RJDના મુખિયા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ, NCP ચીફ શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા અન્ય નેતા પણ સામેલ થયા હતા. આ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે નામનો પ્રસ્તાવ વડાપ્રધાન પદ માટે નામ રાખ્યું હતું. આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ સામેલ થયા નહોતા. INDIA ગઠબંધનની વર્ચુઅલ બેઠક સમાપ્ત થયા બાદ નીતિશ કુમારના નજીકના કહેવાતા સંજય ઝાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, નીતિશ કુમારને સંયોજક બનાવવાનો કોંગ્રેસે પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ નીતિશ કુમારે કહ્યું કે, કોંગ્રેસના જ ચેરમેન બને.

કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે સીટ શેરિંગ પર કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓને વહેલી તકે નિર્ણય લેવાનો આગ્રહ કર્યો. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર સતત INDIA અલાયન્સની એકજૂથતાની વાત કહેતા આવી રહ્યા છે અને કોઈ પણ પદને લઈને પોતાની અનિચ્છા જાહેર કરતા રહ્યા છે. જો કે, એમ કહેવામાં આવે છે કે તેઓ વડાપ્રધાન પદની ઉમેદવારી ઈચ્છે છે, પરંતુ એમ થતું ન જોવા મળતા તેમણે સંયોજક પદથી ઇનકાર કર્યો.

જાણકાર કહે છે કે, નીતિશ કુમારે અપરોક્ષ રૂપે ફરી એક વખત વડાપ્રધાન પદની દાવેદારી રજૂ કરી છે. જો કે, INDIA અલાયન્સના નેતાઓ દ્વારા એમ બતાવવામાં આવી રહ્યું છે કે, આ બેઠકનું ઉદ્દેશ્ય ઘટક દળો વચ્ચે સંવાદહીનતા સમાપ્ત કરવાનું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ તરફથી કાલથી શરૂ થતી ભારત જોડો ન્યાય યાત્રા માટે મીટિંગમાં સામેલ પાર્ટીઓને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp