ખડગેને G20 ડિનર પર ન બોલાવવા પર રાહુલ ગાંધીએ જુઓ મોદી સરકારને શું કહ્યું

PC: tv9hindi.com

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને G20 શિખર સંમેલનમાં ભાગ લેનારા રાષ્ટ્રીય અધ્યક્ષોને આપવામાં આવેલા ડિનરમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. આ બાબતને લઈને દેશમાં રાજનીતિક હોબાળો શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધી યુરોપના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે એક પત્રકારે સવાલ પૂછ્યો કે, મલ્લિકાર્જૂન ખડગેને ડિનરમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી? તેના પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.

બેલ્જિયમમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમાં તેની વિપરીત શું છે? તેમણે વિપક્ષના નેતાને આમંત્રિત ન કરવાનો નિર્ણય લીધો છે. એ તમને ઘણું બતાવે છે. એ બતાવે છે કે તમે ભારતની 60 ટકા વસ્તીના નેતાને મહત્ત્વ આપતા નથી. આ કંઈક એવું છે જેની બાબતે લોકોએ વિચારવું જોઈએ. તેઓ એમ કરવાની આવશ્યકતા કેમ અનુભવી રહ્યા છે અને તેની પાછળ કયા પ્રકારના વિચાર છે.’

ઉલ્લેખનીય છે કે દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત મેગા G20 ડિનરમાં મલ્લિકાર્જૂન ખડગેને આમંત્રિત કરવામાં આવ્યા નથી. આ મામલો INDIA વર્સિસ NDA છે. INDIA ગઠબંધને રાષ્ટ્રપતિના G20 ડિનર નિમંત્રણનો વિરોધ કર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિએ પ્રેસિડેન્ટ ઓફ ભારત લખ્યું હતું, જો કે, આ ડિનરમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમાર સહિત ગઠબંધનના અન્ય નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

તો G20ની મેજબનીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે G20 એક મહત્ત્વપૂર્ણ વાતચીત છે. તેમણે કહ્યું કે, એ સારી વાત છે કે, ભારત તેની મેજબાની કરી રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે એવા મુદ્દા છે જેને અમે ઉઠાવીએ છીએ, પરંતુ જે ઢાંચો તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે જરાય સારો નથી. રશિયા અને યુક્રેન યુદ્ધ પર પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે વિપક્ષ કુલ મળીને ભારતની વર્તમાન સ્થિતિથી સહમત હશે. રશિયા સાથે અમારા સંબંધ છે. મને નથી લાગતું કે સરકારની તુલનામાં વિપક્ષની સ્થિતિ અલગ હશે. રાહુલ ગાંધી પેરિસ પણ જશે અને ફ્રાન્સના સાંસદો સાથે બેઠક કરશે.

ભારત પરત ફરવા અગાઉ તેમની અંતિમ યાત્રા નૉર્વેની હશે, જ્યાં રાજધાની ઓસ્લોમાં ત્યાનાં સાંસદો સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક બાદ યુરોપના પ્રવાસ પર રવાના થયા છે. આખું વિપક્ષ એકજૂથ થઈને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગ્યું છે. ગઠબંધન પણ બની ગયું છે અને તેને વધુ મજબૂત કરવાને લઈને સતત દર મહિને બેઠક પણ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp