કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના હેલિકોપ્ટરની ચૂંટણી પંચે તપાસ કરી

PC: twitter.com

દેશમાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. ઈલેક્શન કમિશન પણ કડક તપાસ કરી રહી છે, જેમાં તેઓ નેતાઓની ગાડી અને હેલિકોપ્ટરને પણ નથી છોડી રહ્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી અધિકારીઓ દ્વારા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને દાવો કર્યો કે બિહારના સમસ્તીપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં NDAના નેતાઓને 'મુક્તપણે' ફરવાની છૂટ આપવામાં આવી રહી છે.

મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ નેતા રાજેશ રાઠોડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો મેસેજમાં દાવો કર્યો છે કે, 'કેરળમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લેવામાં આવી છે.

પાર્ટીના બિહારના નેતાએ જણાવ્યું હતું કે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ પોતે સમસ્તીપુરમાં ખડગેના હેલિકોપ્ટરની તપાસ કરી હતી. વીડિયોમાં પોલીસકર્મીઓ અને અધિકારીઓ હેલિકોપ્ટરની આસપાસ જોવા મળે છે. 'ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ કે શું કોંગ્રેસના નેતાઓના હેલિકોપ્ટરનું આ પ્રકારનું ચેકિંગ નિયમિત છે અને જો તે નિયમિત છે તો NDAના ટોચના નેતાઓની પણ આવી જ રીતે તપાસ કરવામાં આવે છે કે કેમ?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp