કિન્નર દુષ્ટ અને પરેશાનીકારક છે; જજની આ ટિપ્પણી પર હાઈકોર્ટ ગુસ્સે થઈ, આપી સલાહ
વ્યંઢળો વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર હાઈકોર્ટે સેશન્સ કોર્ટને સલાહ આપી છે. કોર્ટે કહ્યું છે કે, આવી સ્ટીરિયોટાઇપ અને બિનજરૂરી ટિપ્પણી કરવી ખોટી છે. સેશન્સ કોર્ટે એક વ્યંઢળની જામીન અરજી ફગાવી દેતી વખતે કેટલીક આપત્તીજનક ટિપ્પણીઓ કરી હતી, જેના પર હાઇકોર્ટે વાંધો વ્યક્ત કર્યો હતો. પંઢરપુરની સેશન્સ કોર્ટે ટ્રાન્સવુમનની જામીન અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, વ્યંઢળો લોકોને હેરાન કરે છે. ત્રણ ફકરાના ચુકાદામાં તેમના જામીન ફગાવી દેતા ન્યાયાધીશે કહ્યું હતું કે, વ્યંઢળો દુષ્ટ હોય છે અને કેટલીકવાર લોકોને હેરાન કરવા માટે ઉપદ્રવ સર્જે છે.
સેશન્સ કોર્ટે 19 ડિસેમ્બરે જામીન ફગાવીને આ નિર્ણય આપ્યો હતો. આ સામેની અરજી પર વિચારણા કરતી વખતે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ માધવ જામદારે 15 જાન્યુઆરીએ આ ટિપ્પણીઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, જામીન ફગાવી દેતી વખતે આવું કંઈ કહેવાની જરૂર નથી. તેમણે કહ્યું, 'ટ્રાન્સજેન્ડર લોકો પણ આ દેશના નાગરિક છે અને તેમને દરેકની જેમ સન્માન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર છે. બંધારણ તેમને આ અધિકાર આપે છે.'
તેમણે કહ્યું, 'આવી સ્ટીરિયોટિપિકલ ટિપ્પણીઓ અને સામાન્યીકરણ નિવેદન કરવું ખોટું છે. આની કોઈ જરૂર નહોતી. વ્યંઢળો પણ આ દેશના નાગરિક છે. ભારતના બંધારણની કલમ 21 જીવનના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. જીવનના અધિકારમાં ગૌરવ સાથે જીવન જીવવાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, સેશન્સ કોર્ટે ફકરા 19 થી 21માં જે કહ્યું હતું તે ખોટું હતું. આ સિવાય જામીન નામંજૂર કરવાનો આ આધાર હોઈ શકે નહીં.'
જામીન અરજી દાખલ કરનાર જ્યોતિ મંજપ્પા પ્રસાદવી પર વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં એક ભક્ત સાથે છેડતી અને દુર્વ્યવહાર કરવાનો આરોપ હતો. એટલું જ નહીં, તેના પર આરોપ છે કે, તેણે ભક્ત પાસે પૈસા માંગ્યા અને ના પાડ્યા પછી તેણે તેની સાથે મારપીટ કરી. ત્યારપછી તે બળજબરીથી પૈસા લઈને ભાગી ગઈ હતી. આ કેસમાં તેને IPCની અલગ-અલગ કલમો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારપછી જ્યારે જ્યોતિએ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો ત્યારે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આખરે 15 જાન્યુઆરીએ તેણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp