ગુજરાતીઓ વધીને 6,38,00,000 કરોડ થયા, જાણો ભારતીયો કેટલા

PC: screenplaychallenges.com

સમગ્ર વિશ્વની સાથે ગુજરાતમાં પણ વસતી વધારો થયો છે. છેલ્લી વસતી ગણતરી પ્રમાણે ગુજરાતની વસતી 6.10 કરોડ હતી, જે વધીને 2018મા 6.38 કરોડ થઈ છે. જો કે આ પ્રોજેક્ટેડ આંકડા છે. ગુજરાતમાં સાત વર્ષમાં વસતીમાં 28 લાખનો વધારો થયો છે.

ભારતની વસતી 2018મા વધીને 135 કરોડ થઈ છે, જે 2017મા 133 કરોડ હતી. એટલે કે એક વર્ષમાં બે કરોડ લોકોનો ઉમેરો થયો છે. વસતીના પ્રોજેક્ટેડ આંકડા પ્રમાણે 2015મા ભારતની વસતી 130 કરોડ હતી અને વસતી ગણતરી પ્રમાણે દેશની વસતી 125 કરોડ હતી.

વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે વિશ્વની વસતી 7,63,51,07,505 આંકવામાં આવી છે. એક દિવસના બર્થ 2,31,477 દર્શાવે છે. એક વર્ષમાં 1.39 કરોડ લોકોનો ઉમેરો થાય છે. જેની સામે 95,900 લોકો દૈનિક અને 3 કરોડ લોકો વાર્ષિક મૃત્યુ પામે છે. એશિયાની વસતીના પ્રોજેક્ટેડ આંકડા 454 કરોડ દર્શાવે છે.

ભારતની વસતી 135 કરોડ છે જ્યારે ચીનની વસતી 141 કરોડ છે પરંતુ ભારત એ ચીન કરતાં વસતી વધારામાં વધુ ફાસ્ટ છે તેથી આવનારા વર્ષોમાં વસતીના પ્રમાણમાં આપણે ચીન કરતાં આગળ નીકળી શકીએ છીએ. ત્રીજા ક્રમે 32.68 કરોડ સાથે USAનો ક્રમ આવે છે.
વિશ્વની વસતી 2100 સુધીમાં 11.2 બિલિયન થઈ જશે ત્યારે UNના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતની વસતી હાલની 134 કરોડથી વધીને 2030 સુધીમાં 151 કરોડ થવાની ધારણા છે. વસતી વધારાનો આ ગ્રાફ અટકતો નથી. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે 2050 સુધીમાં ભારતની વસતી 166 કરોડ થશે. બીજી તરફ ચીનની વસતી 2024 સુધીમાં 141 કરોડ થશે એટલે કે ભારત વસતી વધારામાં સુપરપાવર બનશે. તે ચીનને પણ પાછળ રાખી દેશે.

વિશ્વમાં સૌથી વધુ વસતી ક્રિશ્ચિયનની છે. વિશ્વમાં ક્રિશ્ચિયનોની ટકાવારી 31.5 ટકા છે. બીજાક્રમે 23.2 ટકા સાથે મુસ્લિમો આવે છે. 15 ટકા વસતી હિન્દુઓની છે. 7.1 ટકા બૌદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp