CJI રિટાયરમેન્ટ બાદ પણ રહેશે દેશના VIP? જાણો કેટલું પેન્શન અને શું લાભ મળશે

PC: livemint.com

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડ આ વર્ષે નવેમ્બરમાં રિટાયર થઈ જશે. તેઓ 2 વર્ષ સુધી CJIની ખુરશી પર રહ્યા બાદ સેવાનિવૃત્ત થશે. જસ્ટિસ ચંદ્રચૂડની નવેમ્બર 2022માં CJI તરીકે નિમણૂક થઈ હતી. શું તમને ખબર છે કે રિટાયરમેન્ટ બાદ CJIને કેટલું પેન્શન મળશે? શું શું સુવિધા મળશે? આવો જાણીએ.

CJI ચંદ્રચૂડને રિટાયરમેન્ટ બાદ વાર્ષિક 16 લાખ 80 હજાર પેન્શન અને મોંઘવારી ભથ્થું મળશે. મહિનાની વાત કરીએ તો ચીફ જસ્ટિસને દર મહિને 1 લાખ 40 હજાર પેન્શન મળશે. આ પેન્શન સિવાય મોંઘવારી ભથ્થું પણ મળશે. સાથે સાથે રિટાયરમેન્ટ પર 20 લાખ રૂપિયા સુધી ગ્રેચ્યુટી પણ મળશે. CJI ચંદ્રચૂડ, સેવાનિવૃત્તિની તારીખથી આગામી 6 મહિનાની અવધિ માટે દિલ્હીમાં ટાઇપ VII આવાસના હકદાર હશે, જે રેન્ટ ફ્રી હશે એટલે કે તેમને આ મકાનનું ભાડું ચૂકવવું નહીં પડે. અત્યારે સીનિયર સાંસદોને કે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓને ટાઇપ VII બંગ્લો પણ મળે છે. રિટાયરમેન્ટ બાદ CJI સાથે તેમના પરિવારને કેન્દ્રીય સિવિલ સર્વિસ ક્લાસ વન અધિકારી અને તેમના પરિવાર બરાબર મેડિકલ ફેસિલિટી મળશે.

CJI ચંદ્રચૂડને રિટાયરમેન્ટના દિવસથી આજીવન એક ઘરેલુ નોકર, એક ડ્રાઈવર અને એક સહાયક મળશે. એ સિવાય CJI ચંદ્રચૂડને રિટાયરમેન્ટ બાદ દેશના બધા એરપોર્ટ પર ઔપચારિક લાઉન્જ સુવિધા પણ મળશે. CJIને રિટાયરમેન્ટ બાદ આગામી 5 વર્ષ સુધી 24x7 એક ખાનગી સુરક્ષા ગાર્ડ મળશે. એ સિવાય તેમના આવાસ પર ચોવીસ કલાક સૂરક્ષાકર્મી તૈનાત રહેશે. એ સિવાય નિઃશુલ્ક ટેલિફોન સુવિધા મેળવવાના હકદાર પણ હશે. તેઓ આવાસીય ટેલિફોન કે મોબાઈલ કે બ્રોડબેન્ડ કે મોબાઈલ ડેટા કે ડેટા કાર્ડ માટે 4200 રૂપિયા મહિનાનું રિમ્બર્સમેન્ટ પણ લઈ શકે.

કાયદા મંત્રાલયની એક નોટિફિકેશન મુજબ, CJI આ બધી સુવિધાઓના હકદાર ત્યારે હશે, જ્યારે તેઓ રિટાયરમેન્ટ બાદ કોઈ બીજી સરકારી સંસ્થાથી એવી સુવિધાઓ ન લઈ રહ્યા હોય. કહેવાનો અર્થ છે કે જો રિટાયરમેન્ટ બાદ કોઈ અન્ય પદ ગ્રહણ કરે છે તો પૂર્વ CJIના સંબંધે મળતી તમામ સુવિધાઓ નહીં મળે. કાયદા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ મુજબ CJIને રિટાયરમેન્ટ બાદ મળનારી ઘરેલુ નોકર, ડ્રાઈવર, સહાયક અને ટેલિફોન જેવી સુવિધાનો ખર્ચ સુપ્રીમ કોર્ટ વાહન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp