કમુરતા બાદ કેટલાક મંત્રીઓને હટાવી શકે છે PM મોદી, આ પાર્ટીની થઇ શકે છે એન્ટ્રી

PC: hindustantimes.com

ભારતીય જનતા પાર્ટી (BJP) 2024 અગાઉ લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઇ છે, પરંતુ 14 જાન્યુઆરી સુધી હિન્દુ કેલેન્ડર મુજબ અશુભ માનવામાં આવતા કમુરતાની અવધિ સમાપ્ત થવા સુધી ભાજપ ન કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશે અને ન તો કોઇ મોટું આયોજન કરશે. જોકે, ભાજપે પોતાની બેઠકો અને રણનીતિની તૈયારીઓને સરકાર અને સંગઠન બંને સ્તર પર વધારી દીધી છે. મંત્રી મંડળમાં ફેરબદલને લઇને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે જે સંભવતઃ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ છેલ્લી વખત ફેરબદલ હશે.

રિપોર્ટ્સ મુજબ, 3 કારણોથી ફેરબદલ થવાની સંભાવના છે, જેમાંથી એક મંત્રિપરિષદ અને સંગઠનમાં જાતિ સંયોજનને સંતુલિત કરવાનું. બીજું આગામી વિધાનસભા અને પછી વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીને સરળ બનાવવાનું અને ત્રીજું પ્રદર્શન ન કરી શકનારા મંત્રીઓને હટાવીને શિંદે શિવસેના ગ્રુપના નેતાઓને સામેલ કરવાનું છે. ભાજપ 9 રાજ્યોની બધી સંસદીય સીટો પર સક્રિય છે જ્યાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ વિધાનસભાની ચૂંટણી થવાની છે.

ભાજપે શરૂઆતમાં આખા દેશમાં 140 સંસદીય સીટોને ચિહ્નિત કરવામાં આવી હતી કે જ્યાં તે વર્ષ 2019માં હારી ગઇ હતી. હવે ભાજપ આ સીટો પર સારું કામ કરવાના પ્રયાસમાં છે. ભાજપે ગયા મહિને બે બેઠકો જિલ્લા સાથે મળીને કામ કરવા અને ગ્રાઉન્ડ લેવલ પર પાર્ટીને લઇને પ્રયાસો માટે યોજના બનાવી છે. આ સાંગઠનિક પ્રયાસ હેઠળ ગૃહ મંત્રી અમિત શાહ આ મહિને 11 રાજ્યોનો પ્રવાસ પૂરો કરશે. તેમના 5 જાન્યુઆરીના રોજ ત્રિપુરા, 6 જાન્યુઆરીના રોજ મણિપુર અને નાગાલેન્ડ, 7 જાન્યુઆરીના રોજ છત્તીસગઢ અને ઝારખંડ અને 8 જાન્યુઆરીના રોજ આંધ્ર પ્રદેશ જવાની સંભાવના છે.

16 જાન્યુઆરીના રોજ અમિત શાહ ઉત્તર પ્રદેશમાં હશે. એ સિવાય પશ્ચિમ બંગાળ, કર્ણાટક, હરિયાણા અને પંજાબ પણ જશે. રિપોર્ટ્સ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બધા મંત્રીઓના પ્રદર્શનની સમીક્ષા કરતા આગામી ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા છે. ખાસ કરીને કર્ણાટકમાં જ્યાં મે મહિના પહેલા ચૂંટણી થવાની છે. પાર્ટીના પદાધિકારીઓએ ટોપ લેવલ પર બદલાવોથી ઇનકાર કર્યો છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, મુખ્યમંત્રી બસાવરાજ બોમ્મઇ પાર્ટીનું નેતૃત્વ કરશે, જ્યારે બી.એસ. યેદીયુરપ્પા જે નાખુશ છે, માર્ગદર્શની ભૂમિકામાં હશે. જોકે, સંગઠનમાં બદલાવ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp