તમને ખબર છે? ભારતમાં એવા કયા રાજ્યો છે જ્યાં એક પણ રખડતો કૂતરો નથી
દિલ્હી NCR સહિત દેશના અનેક ભાગોમાં ગત કેટલાક વર્ષોથી રખડતા કૂતરાઓના કરડવાના કેસોમાં વધારો થયો છે. રસ્તાઓ અને શેરીઓમાં રખડતા કૂતરાઓના ખોફથી સામાન્ય નાગરિકથી લઈને માનનીય પણ પરેશાન રહે છે, તેવી સ્થિતિમાં એક માનનીએ સંસદમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને તેએ કરડવા પર કેન્દ્ર સરકારને પ્રશ્નો પૂછ્યા હતા. કેન્દ્ર સરકારે આના જવાબમાં કહ્યું કે, દેશમાં હાલમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. દેશમાં રખડતા કૂતરાઓની સંખ્યા 2019 ના પશુધન વસ્તી ગણતરી મુજબ, 1.53 કરોડ હતી.
જો કે, 2012મા આ આંકડો 1.71 કરોડ હતો. દેશમાં રખડતા કૂતરાઓની સંખ્યાના આંકડા પશુધન વસ્તી ગણતરીના માધ્યમથી એકત્રિત કરવામાં આવે છે, આ ગણતરી પ્રતિ પાંચ વર્ષ બાદ થાય છે.
સંસદના વર્તમાન મોનસૂન સત્રમાં કેરળથી કોંગ્રેસી સાંસદ થોમસ ચાજિકાડને દેશમાં રખડતા કૂતરાઓની સંખ્યા અને તે કરડવા પર વળતરને કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો, તેના પર કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંગળવારે લોકસભામાં જવાબ આપ્યો. રૂપાલાએ કહ્યું કે, ભારતના રસ્તાઓ પર રખડતા કૂતરાઓની વસ્તી 2019 ના અનુસાર 1.53 કરોડ જ હતી, જે 2012મા 1.71 કરોડ હતી.
દેશમાં રખડતા કૂતરાઓની સંખ્યા
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી મંત્રાલયના અનુસાર, દેશના 17 રાજ્યોમાં રખડતા કૂતરાઓની સંખ્યા 1 લાખ અથવા તેનાથી વધુ છે. ખાસ વાત એ છે કે, દેશના અનેક રાજ્યો જેમ કે, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, આસામ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જો વાત ઉત્તર પ્રદેશની કરવામાં આવે તો વર્ષ 2012 થી લઈને 2019 સુધી રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. યૂપીમાં 41.79 લાખથી ઓછા થઈને 2019મા 20.59 લાખ સુધી રખડતા કૂતરાઓની સંખ્યા થઇ છે.
ક્યાં રાજ્યમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં થયો ઘટાડો
આ જ રીતે આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વર્ષ 2012 ના આંકડાઓ અનુસાર 12.3 લાખ રખડતા કૂતરાઓ હતા, જે 2019મા ઓછા થઈને 8.6 લાખ થઇ ગયા હતા. આ જ રીતે બિહારમાં પણ રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમજ, આસામમાં 3 લાખ, તમિલનાડુ અને મધ્ય પ્રદેશમાં 2-2 લાખ, ઝારખંડમાં 98 હજાર અને પશ્ચિમ બંગાળમાં 1.7 લાખ ઓછા થયા છે.
ક્યાં-ક્યાં રાજ્યોમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં વધારો થયો
2019 ના આંકડાઓ મુજબ, કર્ણાટકમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં 2.6 લાખનો વધારો થયો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 1.25 લાખ, ઓડિશામાં 87 હજાર, ગુજરાતમાં 85 હજાર, મહારાષ્ટ્રમાં 60 હજાર, છત્તીસગઢમાં 51 હજાર, હરિયાણામાં 42 હજાર, જમ્મુ અને કાશ્મીરમાં 38 હજાર અને કેરળમાં કૂતરાઓની સંખ્યામાં 21 હજારનો વધારો થયો હતો.
આ રાજ્યોમાં એક પણ રખડતા કૂતરાઓ નથી
દેશમાં અનેક એવા પણ રાજ્યો છે, જ્યાં એક પણ રખડતા કૂતરાઓ નથી. 2012 અને 2019મા થયેલી પશુધન વસ્તી ગણતરીમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કોઈ પણ રખડતા કૂતરાઓ નથી મળ્યા. 2019 પશુધન ગણતરી અનુસાર, દાદરા અને નગર હવેલી અને મણિપુરમાં પણ એક પણ રખડતો કુતરો નથી મળ્યો. જો કે, 2012મા જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં દાદરા અને નગર હવેલીમાં રખડતા કૂતરાઓની સંખ્યા 2,173 અને મણિપુરમાં 23 હતી.
આ આંકડાઓ બે વર્ષ પહેલા થયેલી પશુધન વસ્તી ગણતરીના છે, તે 2019મા થયેલી 20મી વસ્તી ગણતરીમાં ઘટીને 1.53 કરોડ થઇ ગઈ. રૂપાલાએ સંસદમાં જણાવ્યું કે, તેની દુર્ઘટનાઓના આંકડાઓ રાખવામાં આવતા નથી, સાથે જ રખડતા કૂતરાઓએ કરડવાના કારણે દુર્ઘટનામાં થયેલું નુકસાન અથવા મૃત્યુ થયેલા પીડિતોને વળતરની કોઈ જોગવાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp