ભારતના આ ગામમાંથી દેખાય છે આકાશ ગંગા, નાના નાના તારા પણ મોટા મોટા દેખાય છે
દિલ્હી-નોઇડા જેવા શહેરમાં લોકો કદાચ ભૂલી ગયા છે કે આકાશમાં તારા પણ હોય છે. આ શહેરોમાં રહેનારા રાત્રે જ્યારે આકાશ તરફ જુએ છે તો તેમને માત્ર અંધારું જ નજરે પડે છે. તારાઓની ચમક, પ્રદૂષણથી એટલી વધારે ઢંકાઈ ગઈ છે કે તેઓ હવે દિલ્હી NCRના આકાશથી ગાયબ છે. પરંતુ આ દેશમાં એક એવું ગામ પણ છે, જ્યાંથી આજે પણ તમે આકાશ ગંગાને જોઈ શકો છો. એ સિવાય અહીથી તમને તારા પણ એકદમ સ્પષ્ટ નજરે પડે છે. ચાલો તમને આ ગામ બાબતે બતાવીએ.
ભારતમાં ઘણી એવી જગ્યા છે, જ્યાં જઈને તમને લાગશે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છો. એવી જ એક જગ્યા છે કૌમિક ગામ. આ ગામ હિમાચલ પ્રદેશના સમિતિ જિલ્લામાં સ્થિત છે. તેને દુનિયાનું સૌથી ઊંચું ગામ માનવામાં આવે છે. કહેવાય છે કે, અહીથી જો તમે રાત્રે આકાશ તરફ જોશો તો તમારે આકાશ ગંગા ચોખ્ખી નજરે પડશે. તેની સાથે જ અહીથી તારા એટલા મોટા નજરે પડે છે કે તમે અંદાજો પણ લગાવી નહીં શકો.
આ ગામની ખાસ વાત એ છે કે, અહી જૂનમાં પણ શિયાળા જેવી ઠંડી રહે છે. રિપોર્ટ્સ મુજબ, દુનિયાના સૌથી ઊંચા ગામમાં જૂનના મહિનામાં તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે. આ ગામમાં વધારે વસ્તી નથી. જ્યારે તમે અહી જશો તો તમને અહી થોડા જ ઘર નજરે પડશે. શિયાળામાં આ ઘર પણ ખાલી થઈ જાય છે. એવું એટલે કે અહી શિયાળામાં જીવવાનું મુશ્કેલ થઈ જાય છે એટલે ગ્રામજનો શિયાળામાં તળેટી તરફ જતા રહે છે અને પછી શિયાળા જેવી જ ઠંડી ઓછી થાય છે તો પોતાના ઘરો તરફ પરત ફરી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp