Exit Pollને KTRએ કેમ કહ્યા બકવાસ, EC પર સાધ્યો નિશાનો, કહ્યું- અસલી નિર્ણય..
તેલંગાણા વિધાનસભાની ચૂંટણી બાબતે Exit Pollને બકવાસ કરાર આપતા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી અધ્યક્ષ કે.ટી. રામા રાવ (KTR)એ ગુરુવારે કહ્યું કે, BRS સત્તા યથાવત રાખશે. કેટલાક Exit Pollમાં કોંગ્રેસ પાર્ટીને લીડ લેતા દેખાડ્યા બાદ તેમણે મીડિયાકર્મીઓને જણાવ્યું કે, BRS સતત ત્રીજી વખત સત્તામાં આવવા માટે 119 સભ્યોની વિધાનસભામાં 70 કરતા વધુ સીટો જીતશે.
તેમણે Exit Poll પ્રકાશિત કરવાની મંજૂરી આપવા માટે ભારતના ચૂંટણી પંચની પણ નિંદા કરી.વર્ષ 2018ના Exit Pollનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, માત્ર એક એજન્સીએ તેને યોગ્ય બતાવ્યો હતો. BRSને અન્યએ 48-66 સીટો આપી હતી, પરંતુ તેને 88 સીટો મળી. એ તમને બતાવે છે કે Exit Pollના નામ પર કયા પ્રકારે બકવાસ કરે છે. અસલી નિર્ણય 3 ડિસેમ્બરે આવશે. જે લોકો તેલંગાણાના મતદાતાઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને ધક્કો લાગશે.
Exit Poll કોઇ નવી વાત નથી. હું એ લોકોને વાયદો કરું છું જે BRSના સમર્થક છે અને ઇચ્છે છે કે KCR પરત આવે અને રાજ્યને ચલાવે તો અમે 70 કરતા વધુ સીટો સાથે પાછા આવીશું. બસ રાહ જુઓ. Exit Poll પર તેલંગણાના મંત્રી અને BRS નેતા KTR રાવે કહ્યું કે, ‘એક અતાર્કિક Exit Poll છે. લોકો અત્યારે પણ મતદાન કરી રહ્યા છે. ભારતની ચૂંટણી પંચનું મૂળ રૂપે 5:30 વાગ્યે Exit Pollની મંજૂરી આપવું હાસ્યાસ્પદ છે, જ્યારે લોકો રાત્રે 9:00 વાગ્યા સુધી મતદાન કરવા લાઇનમાં ઊભા છે.
મને લાગે છે કે, એ ખૂબ હાસ્યાસ્પદ છે. હું અહી આવ્યો છું કેમ કે હું પોતાની પાર્ટી કેડરને બતાવવા માગતો હતો કે બકવાસ Exit Poll પર વિશ્વાસ ન કરો. BRS નેતાએ કહ્યું કે, કોંગ્રેસ વોટિંગ પેટર્નને પ્રભાવિત કરવા માટે Exit Pollનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે એમ પણ પૂછ્યું કે, જો 3 ડિસેમ્બરે તેમના Exit Poll ખોટા સાબિત થયા તો શું તેઓ તેલંગાણા લોકો પાસે માફી માગશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp