Video:લદ્દાખમાં માઇનસ ડિગ્રી તાપમાનમાં રોડ પર ઉતર્યા લોકો, જાણો શું છે તેમની માગ

PC: ndtv.com

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સામાન્ય રૂપે સૌથી શાંત રહેનારા દેશના આ હિસ્સામાં લોકોનું રસ્તા પર ઊતરવું ખૂબ હેરાનીભર્યું છે. જો કે, લોકો આમ જ રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા નથી, પરંતુ તેમની એક ખાસ માગ છે. લદ્દાખના લોકોનું કહેવું છે કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું.

લદ્દાખમાં હજારો લોકોના પ્રદર્શનના કારણે મોટી સંખ્યામાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આગેવાની લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક અલાયન્સ (KDA) દ્વારા કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શનનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કડકડતી ઠંડીમાં પણ પુરુષ અને મહિલાઓ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં આવો જાણીએ અંતે લદ્દાખમાં થઈ રહેલા પ્રદર્શન પાછળનું અસલી કારણ શું છે?

શું છે પ્રદર્શનકારીઓની માગ?

જમ્મુ-કાશ્મીરથી જ્યારે 5 ઓગસ્ટ 2019ના રોજ 370 અને 35(A)ને હટાવવામાં આવ્યાં, તો એ સમયે રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેચી દેવામાં આવ્યું. તેમાંથી એક જમ્મુ-કાશ્મીર રહ્યું, જે વિધાનસભાવાળું કેન્દ્રશાસિત બન્યું. તો લદ્દાખને વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પર લદ્દાખમાં વધુ પ્રદર્શન ન થયા, પરંતુ ધીરે ધીરે વિરોધના સ્વર બુલંદ થવા લાગ્યો, જેનો અપરિનાં હલના પ્રદર્શન છે.

લદ્દાખના લોકોનું કહેવું છે કે તેઓ પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છે છે. લોકો અહીની નોકરશાહીથી પરેશાન થઈ ચૂક્યા છે અને તેમણે માગ કરી છે કે જનતાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાનો અવસર મળવો જોઈએ. એ ત્યારે જ સંભવ થઈ શકશે, જ્યારે પૂર્ણ રાજ્ય બનશે. LAB અને KDA લદ્દાખના બે ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દિવસોમાં તેઓ લોકોને એકત્ર કરીને પ્રદર્શનની આગેવાની કરી રહી છે. ઓગસ્ટ 2021માં બંને સાથે આવ્યા, જેથી વિરોધનો અવાજ બુલંદ કરી શકાય.

લદ્દાખમાં પ્રદર્શન કરી રહેલા લોકોની મુખ્ય માગ કેન્દ્રશાસિત રાજ્યને પૂર્ણ રાજ્ય બનાવવું, સંવિધાનની છઠ્ઠી અનુસૂચીને લાગૂ કરવી અને લેહ અને કારગિલ જિલ્લા માટે અલગ અલગ સંસદીય સીટ સ્થાપિત કરવાની છે. છઠ્ઠી અનુસૂચિ માટે જનજાતિઓ ક્ષેત્રોમાં સ્વાયત્ત જિલ્લા બનાવવાનું પ્રાવધાન છે. લદ્દાખમાં પણ ઘણા પ્રકારની જનજાતિઓ રહે છે, એટલે આ માંગ હજુ પણ વધારે ઉઠી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp