બિહારમાં હવે શું થવાનું છે? લાલુએ નીતિશને ફરી મોકલી ફ્રેન્ડ રિક્વેસ્ટ

PC: zeebiz.com

રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, નીતિશ કુમાર ફરી 'INDIA ગઠબંધનમાં આવે છે તો જોઈશું.' મુખ્યમંત્રી નીતિશ કુમારની INDIA ગઠબંધનમાં વાપસી પર લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, તેઓ ફરી આવશે તો જોઈશું. પત્રકારોએ જ્યારે એમ પૂછ્યું કે નીતિશ કુમારને ફરી અવસર આપશો? તેમના માટે દરવાજો ખુલ્લો છે? તો લાલુ પ્રસાદ યાદવ કહ્યું કે, દરવાજો ખુલ્લો જ રહે છે.

નીતિશ કુમારને લઈને લાલુ પ્રસાદ યાદવના આ નિવેદનથી ફરી એક વખત બંનેના સાથે આવવાને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. રાજનીતિના જાણકાર કહે છે કે લોકસભાની ચૂંટણી બાદ ફરી એક વખત બંને પાર્ટીઓ સાથે આવી શકે છે. નીતિશ કુમાર પોતાના સાંસદોના દબાવમાં NDA તરફ ગયા છે. નીતિશ કુમાર અને તેમના સાંસદોએ એ વાતની આશંકા હતી કે તેમની સંખ્યા INDIA ગઠબંધન સાથે રહેવા પર ઘટી શકે છે, જ્યારે NDA સાથે જવા પર તેમના સાંસદ સારી એવી સીટ જીતી શકે છે.

વિધાનસભામાં નીતિશ કુમારની આગેવાનીમાં NDA સરકારના વિશ્વાસ મત પર બહેસ દરમિયાન તેજસ્વી યાદવે સદનમાં કહ્યું હતું કે, એ તરફ પરેશાની છે તો અમે લોકો છીએ. તેજસ્વીએ પોતાના ભાષણમાં નીતિશને લઈને કોઈ ગુસ્સો પણ વ્યક્ત કર્યો નહોતો અને સન્માન સાથે તેમની બાબતે વાત કરી કે ખબર નહીં કેમ જતા રહ્યા. અમને કહી દેતા કે મંત્રીઓથી પરેશાની છે તો અમે લોકો બહારથી સમર્થન આપી દેતા. તેજસ્વીનું એમ કહેવું નીતિશ માટે એક ખુલ્લો સંદેશ છે કે તમે ઈચ્છો તો અમે બહારથી સમર્થન આપી શકીએ છીએ, પરંતુ ભાજપનો સાથ છોડી દો.

જો કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધનનો સાથ છોડ્યા બાદ અત્યાર સુધી ઘણી વખત એ વાતનું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે ત્યાંથી પોતાની જૂની જગ્યા પર આવી ગયા છે. હવે હંમેશાં માટે NDA સાથે જ રહેશે. નીતિશ કુમાર કહેતા નજરે પડ્યા કે, હવે મહાગઠબંધનમાં ક્યારેય નહીં જાય. જીવનભર હવે NDAનો હિસ્સો બનીને રહેશે. વિશ્વાસ પ્રસ્તાવ પર બહેસ દરમિયાન નીતિશ કુમારે ભાજપની કાર્યશૈલીના વખાણ કર્યા અને RJD પર સત્તામાં રહેતા કમાવાનો ગંભીર આરોપ લગાવ્યો. લાલુ અને તેજસ્વીને અત્યારે પણ નીતિશ કુમારનો ઇંતજાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp