બિહારમાં કોંગ્રેસ અને લાલુ વચ્ચે કોકડું ગૂંચવાયું, હવે શું થશે?

PC: livehindustan.com

બિહાર મહાગઠબંધનમાં લોકસભા ચૂંટણી 2024 માટે સીટની વહેંચણી પર દુવિધા છે. કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલુ છે. મહાગઠબંધન હજુ સુધી નક્કી કરી શક્યું નથી કે, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે. કોંગ્રેસની વધુ સીટોની માંગથી RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની ટેન્શન વધી ગઈ છે. સૂત્રોનું માનીએ તો, RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ દ્વારા સૂચવવામાં આવેલી સીટ શેરિંગ ફોર્મ્યુલા મુજબ RJD 25 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસને 8 થી 9 સીટો આપવાનો પ્રસ્તાવ છે. પરંતુ કોંગ્રેસ લાલુ યાદવની આ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર જણાતી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, RJD પ્રમુખ લાલુ યાદવની ફોર્મ્યુલા મુજબ RJDને 25 સીટો પર, કોંગ્રેસને 8થી 9 સીટો પર અને લેફ્ટને 6 સીટો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ છે. જો કે કોંગ્રેસ 15થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસનું કહેવું છે કે, CM નીતીશ કુમારની JDU મહાગઠબંધનમાંથી ખસી ગયા પછી અને રાષ્ટ્રીય પાર્ટી હોવાને કારણે કોંગ્રેસનો દાવો વધુ વધી ગયો છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે, જો કોંગ્રેસ 8 સીટો પર ચૂંટણી લડવા માટે રાજી થાય છે, તો 1 સીટ બિહારની અન્ય નાની પાર્ટીને આપવામાં આવી શકે છે, જેમાં VIP પાર્ટીને પણ સામેલ કરી શકાય છે. VIPને એક બેઠક આપીને મહાગઠબંધનમાં રાખવાની યોજના છે.

સૂત્રોનું માનીએ તો કોંગ્રેસે RJDને 15 બેઠકોની યાદી પણ આપી છે, અને એટલું જ નહીં, કેટલીક બેઠકો પર સંભવિત નામો પણ આપ્યા છે. કોંગ્રેસની આ માંગને કારણે લાલુ અને તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ જ કારણ છે કે, બિહારમાં RJD અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ ફોર્મ્યુલા બહાર આવી નથી.

કોંગ્રેસના સંભવિત નામો અને બેઠકોની માંગણીઃ સાસારામ-મીરા કુમાર/અંશુલ કુમાર, પૂર્ણિયા-પપ્પુ યાદવ (કોંગ્રેસમાં જોડાઈ શકે છે), ખગરિયા-ચંદન યાદવ, નવાદા-અખિલેશ સિંહ/આકાશ સિંહ (પુત્ર), ઔરંગાબાદ-નિખિલ કુમાર/આનંદ શંકર (MLA), કટિહાર-તારિક અનવર, સમસ્તીપુર-RK રવિ (પૂર્વ IPS), કિશનગંજ-મોહમ્મદ જાવેદ.

કોંગ્રેસ આ બેઠકોની પણ માંગણી કરી રહી છે: મોતિહારી-અખિલેશ સિંહ, પશ્ચિમ ચંપારણ-વિજય શંકર દુબે, પટના સાહિબ-હજુ સુધી કોઈ નામ નથી, બક્સર-મુન્ના તિવારી (MLA), મધુબની-શકીલ અહેમદ, પ્રેમ ચંદ્ર મિશ્રા, કૃપાનાથ પાઠક, બેગુસરાય-કન્હૈયા કુમાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp