
ઉત્તરાખંડના જોશીમઠમાં થઇ રહેલું ભૂસ્ખલન, મોટી તબાહી અને ઇશારો કરી રહ્યો છે. એવા સંકેત મળી રહ્યા છે કે આ હરિયાળી વસ્તી હવે સમાપ્ત થઇ જશે. શહેરના મકાનોમાં ઊંડી તિરાડ પડી રહી છે અને જમીન નીચે તરફ ધસી રહી છે. જોશીમઠમાં વસેલા 561 કરતા વધુ ઘર તૂટી રહ્યા છે. સતત ઊંડી તિરાડોના કારણે લોકો પોતાના ઘરોને છોડીને ધ્રુજાવી મૂકે તેવી ઠંડીમાં જઇ રહ્યા છે. પ્રશાસન લોકોને શહેર ખાલી કરાવી રહ્યું છે. તિરાડ જોતા લોકો પોતાના ઘરોને છોડીને સુરક્ષિત જગ્યા તરફ ભાગી રહ્યા છે.
જોશીમઠમાં એશિયાના સૌથી મોટા રોપ-વેને બંધ કરી દેવામાં આવ્યો છે. જમીન ધસી રહી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભૂસ્ખલનના કારણે ઘર પડવાનો ડર શહેરવાસીઓને સતાવી રહ્યો છે. લોકો અકસ્માતની આશંકામાં ખૂબ ડરેલા છે. સત્તાધારી સરકારે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને તેનાથી થનારા નુકસાનનું આંકલન કરવા માટે 14 સભ્યોની એક સમિતિની રચના કરી છે. ચમોલી જિલ્લા આપત્તિ સંચાલન વિભાગે કહ્યું છે કે, જિલ્લામાં ભૂસ્ખલન ચાલુ છે. મારવાડીની જે.પી. કોલોની જેવા ક્ષેત્રોમાં 561 ઘરોમાં તિરાડ પડી ગઇ છે અને જમીન નીચેથી જાત-જાતના અવાજ આવી રહ્યા છે. ઠેર-ઠેર પાણીનું લીકેજ થઇ રહ્યું છે.
#WATCH | Land subsidence and cracks in many houses continue in Uttarakhand's Joshimath. Cracks have appeared on 561 houses in Joshimath, and water seepage continues from underground in JP Colony, Marwadi. pic.twitter.com/vo7IxIh1Xl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 5, 2023
જે વિસ્તારમાં તિરાડ જોવા મળી છે તેમાં સિંહધાર, મારવાડી વિસ્તાર પણ સામેલ છે. શહેરના મુખ્ય માર્ગો પર ઊંડી તિરાડ પડી છે જેને જોઇને લાગી રહ્યું છે કે આ વિસ્તાર ડૂબવાનો છે. જોશીમઠ નગરપાલિકાના અધ્યક્ષ શૈલેન્દ્ર પંવારે કહ્યું કે, આ તિરડો દરેક કલાકે વધી રહી છે જે ચિંતાજનક છે. જોશીમઠમાં ઘરો અને રોડ પર તિરાડો ભૂસ્ખલનના કારણે ડૂબી રહી છે. જમીન નીચેની પ્લેટોમાં પરિવર્તન થઇ ગયું છે, જેના કારણે મકાન સરકી રહ્યા છે. જમીન નીચે ઊર્ધ્વાધર સ્થિતિમાં ધસવાની ઘટના થઇ રહી છે. ધસી રહેલી ધરતી તરફ લંબવત થઇ રહી છે. ધસવા પાછળનું કારણ પ્રાકૃતિક પણ થઇ શકે છે, માનવજનિત પણ.
उत्तराखंड: जोशीमठ में 561 घरों में दरारें आ गई हैं और मारवाड़ी के जेपी कॉलोनी में भूमिगत से पानी का रिसाव हो रहा है। pic.twitter.com/M9m57tdcCA
— ANI_HindiNews (@AHindinews) January 5, 2023
એવી ઘણી પ્રક્રિયાઓ છે જે અવતલન દ્વારા જમીન ધસવા કે ડૂબવાનું કારણ બને છે આવો જાણીએ તેને સમજીએ:
ભુજલ દ્વારા નીચે પડેલા કાર્બોનેટ પથ્થરોનું વિઘટન.
તલછતનું સંકુચન.
ઠોસ પર્વતની પડી નીચેથી નીકળતો દ્રવ લાવા.
ખનન ગતિવિધિઓ.
સપાટી નીચેથી ભુજલ કે ઈંધણ જેવા તરલ પદાર્થોને પંપ કરવા.
વિવર્તનીક બળોનું પૃથ્વીની ક્રસ્ટ ટકરાવું.
જમીન ધસવાથી 576 ઘરોના 3,000 લોકો પ્રભાવિત થયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આશ્વાસન આપ્યું છે કે, જિલ્લાના રહેવાસીઓને બચાવવા માટે જરૂરી કાર્યાવહી કરવામાં આવશે. તેઓ સ્થિતિની જાણકારી મેળવવા માટે જિલ્લાની મુલાકાત લેવાના છે. જોશીમઠના પૂર્વ નગરપાલિકા અધ્યક્ષ માધવી સતીએ કહ્યું કે, જોશીમઠના લોકો શહેરના ભવિષ્યને લઇને ચિંતિત છે. તેમની પાસે જર્જરિત મકાનમાં રહેવા સિવાય કોઇ ચારો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp