અનેક રાજ્યોમાં રાજ્યપાલ બદલાયા, ગુજરાત અંગે હજુ કોઈ નિર્ણય નથી લીધો

PC: zeenews.india.com

લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મણિપુરનો વધારાનો હવાલો સાથે આસામના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બનવારીલાલ પુરોહિતના સ્થાને ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને આની જાહેરાત કરી છે. શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પડાયેલા એક નિવેદન અનુસાર, લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબ ચંદ કટારિયાનું સ્થાન લીધું છે, જેમને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.'

અનુસુઈયા ઉઇકે ગયા વર્ષે ફેબ્રુઆરીથી મણિપુરના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. BJPના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ બનશે. ઝારખંડના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન, જેઓ તેલંગાણાનો વધારાનો હવાલો પણ સંભાળી રહ્યા હતા, તેમને વર્તમાન રમેશ બૈસના સ્થાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાધાકૃષ્ણનની જગ્યાએ પૂર્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે. ત્રિપુરાના પૂર્વ DyCM જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના નવા રાજ્યપાલ બનશે. પૂર્વ IAS અધિકારી K. કૈલાશનાથન, PM નરેન્દ્ર મોદીના વિશ્વાસુ સહાયકોમાંના એક, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર BJPના વરિષ્ઠ નેતા હરિભાઉ કિસનરાવ બાગડેને કલરાજ મિશ્રાના સ્થાને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, આસામના ભૂતપૂર્વ લોકસભા સભ્ય રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્ણાટકના મૈસુરના ભૂતપૂર્વ લોકસભા સભ્ય C.H. વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ બનશે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે તમામ નિમણૂકો ચાર્જ સંભાળ્યાની તારીખથી અસરકારક રહેશે. જે 8 રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યા છે, તેમાંથી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ સિવાય હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર પહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp