કાકા-ભત્રીજાની જોડીઓ રાજકારણમાં ટકતી નથી. આટલા વચ્ચે થયો સંઘર્ષ
રાજકારણમાં એવું કહેવાય છે કે લાંબા સમય સુધી કોઇ કોઇનું દુશ્મન નથી હોતું અને લાંબા સમય સુધી કોઇ કોઇનું દોસ્ત પણ નથી રહેતું. સમય અને સમીકરણો પ્રમાણે વસ્તુઓ બદલાતી રહે છે. પછી તે સમર્થન હોય કે સંબંધ. અત્યારે ભારતીય રાજકારણમાં સમાન નાગરિક સંહિતા પછી મહારાષ્ટ્ર સૌથી ગરમ મુદ્દો છે. કાકા શરદપવાર ભત્રીજા અજિત પવારની જોડી તુટી ગઇ છે.
જ્યારે પણ આગામી પેઢીને લગામ સોંપવાની વાત આવે છે ત્યારે સંબંધોમાં કડવાશ આવે છે. તેની પાછળનું કારણ પણ એક જ છે, ભેદભાવના આક્ષેપો કે મહત્વાકાંક્ષાઓના ટકરાવ. કદાચ અજિત અને શરદ પવારના સંબંધોમાં પણ કંઈક આવું જ બન્યું હશે. હવે તમને ભારતીય રાજકારણની કાકા-ભત્રીજાની જોડી અને તેમના બ્રેકઅપની સ્ટોરી વિશે જણાવીશુ.
બાલાસાહેબ ઠાકરે અને ભત્રીજા રાજ ઠાકરેની જોડીની તાકાત અને બ્રેકઅપ બંને મહારાષ્ટ્રના લોકો જોઇ ચૂક્યા છે. બાલ ઠાકરેના નાના ભાઇ શ્રીકાંત ઠાકરેના પુત્ર છે રાજ ઠાકરે. બાલ ઠાકરેની પત્ની અને રાજની માતા સંબંધમાં સગી બહેનો છે. રાજ ઠાકરેએ શિવસેનાના વિદ્યાર્થી સંગઠન ભારતીય વિદ્યાર્થી સેના દ્વારા રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 1990ની મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમનો જોરદાર પ્રચાર જોઈને દરેક જણ દંગ રહી ગયા હતા. ધીરે ધીરે, તેમનું કદ બાલ ઠાકરે પછી પાર્ટીમાં નંબર 2 બન્યું હતું. ભાષણની શૈલી, હિન્દુત્વ અને મરાઠી અસ્મિતા પરના તેમના ભાષણો બાળ ઠાકરેની કાર્બન કોપી જેવા લાગતા હતા. બધા એવું માનતા હતા કે રાજ જ બાલા સાહેબ ઠાકરેનો ઉત્તરાધિકારી છે. પરંતુ બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવને વધારે મહત્ત્વ મળવા માંડ્યું. એ પછી રાજ ઠાકરેએ 2005માં શિવસેનાથી છેડો ફાડીને પછી પોતાની MNS પાર્ટી બનાવી હતી. બાલ ઠાકરેના નિધન પછી બધા એવું માનતા હતા કે ઉદ્ધવ અને રાજ સાથે આવી જશે, પરંતુ એવું બન્યું નહીં.
હવે વાત કરીએ સમાજનાદી પાર્ટીની. સમાજવાદી પાર્ટી (સપા)માં અખિલેશ યાદવ અને તેના કાકા શિવપાલ યાદવ વચ્ચેની તકરરા જગજાહેર છે. મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીનો પાયો નાંખ્યો અને શિવપાલની સાથે મહેનત કરીને પાર્ટીને આગળ વધારી હતી. તે વખતે પાર્ટીમાં શિવપાલ યાદવનું કદ ઘણું ઉંચુ હતું. પરુંત અખિલેશ યાદવની એન્ટ્રી પછી કાકા- ભત્રીજા વચ્ચે ગરમાગરમી વધી ગઇ હતી.
2012માં સપાને સંપૂર્ણ બહુમતી મળી હતી. પરંતુ મુલાયમ સિંહે પોતાના બદલે અખિલેશને CM બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ મુલાયમ સિંહની લથડતી તબિયત અને ઓછી સક્રિયતાને કારણે ઉત્તરાધિકારી યુદ્ધ વધુ તીવ્ર બન્યું. 2017માં જ્યારે સપા ચૂંટણી હારી ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. 2018 માં, શિવપાલે બળવો કર્યો અને પોતાની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની રચના કરી. પરંતુ તેમને કોઈ ફાયદો ન થતાં તેઓ ફરીથી સપામાં જોડાયા હતા. કાકા-ભત્રીજાની આ લડાઈમાં અખિલેશે બાજી મારી હતી. મતલબ કે કાકા પર ભત્રીજો ભારે પડ્યો હતો.
હવે વાત કરીએ બિહારની લોક જનશક્તિ પાર્ટી (LJP)ની. લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસના નિધન પછી પાર્ટીમાં બે ભાગલા પડી ગયા હતા. રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન અને રામ વિલાસ પાસવાનના ભાઇ પશુપતિ પારસ વચ્ચે ઉત્તરાધિકાર માટે લડાઇ થઇ ગઇ હતી. પાર્ટીના બે ફાડચા થઇ ગયા હતા.LJP ( રામવિલાસ) ચિરાગ પાસે રહી અને રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી કાકા પશુપતિ પારસ પાસે રહી.
બિહાર 2020ની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને પોતાને PM મોદીના હનુમાન ગણાવ્યા હતા. પરંતુ જ્યારે પશુપતિ પારસને મોદી કેબિનેટમાં મંત્રી પદ મળ્યું ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે અને એવી અટકળો ચાલી રહી છે કે ચિરાગ પ્રધાનમંત્રી મોદી કેબિનેટનો ભાગ બની શકે છે અને પશુપતિ પારસને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp