લગ્નની વિધી છોડી જતો રહ્યો વર, કારણ જાણી તમે પણ કહેશો વાહ!
આપણાં જીવનના બે પડાવ ખૂબ જ મહત્ત્વના હોય છે જે પરીક્ષાથી ઓછાં નથી હોતા. એક તો યુવાવસ્થા જ્યારે પોતાના માટે કે પોતાના પરિવાર માટે કંઇક કરી દેખાડવાનો અવસર હોય છે અને પછી જ્યારે લગ્ન થઈ જાય છે તો એક નવી જવાબદારી અને સંબંધોને સાચવવા કે નિભાવવાના થતા હોય છે. કહેવાય છે ને કે, સવારે ચા સારી મળે તો દિવસ સારો જાય અને પત્ની સારી મળે તો જિંદગી સારી જાય. એક લગ્નમાં પણ આવો જ કંઈક સુંદર નજારો જોવા મળ્યો જ્યારે મંડપમાં દુલ્હન મહેંદી લગાવીને વરની રાહ જોતી રહી હતી અને વર લગ્નના રીત-રિવાજો છોડીને પરીક્ષા આપવા જતો રહ્યો.
મધ્ય પ્રદેશના છત્તરપુરમાં શનિવારે રસપ્રદ નજારો જોવા મળ્યો. અહીં એક વધુ હાથોમાં મહેંદી લગાવીને મંડપમાં વરરાજાની રાહ જોઈને બેઠી હતી. તેનો વર 3 કલાક બાદ આવ્યો અને પછી વરમાળા પહેરાવીને 7 ફેરા લીધા. તેનું કારણ હતું 10માં ધોરણની પરીક્ષા. વરરાજા લગ્નના બરાબર પહેલા પરીક્ષા આપવા માટે ગયો હતો ત્યારબાદ, જ નવા જીવનની શરૂઆત કરી. છત્તરપુરના કલ્યાણ મંડપમાં બુંદેલખંડ પરિવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અહીં એક સાથે 11 કપલના લગ્ન થવાના હતા.
તેમાંથી જ એક કપલ હતું રામજી સેનનું. રામજી સેનની ઉંમર 21 વર્ષ અને પ્રીતિની ઉંમર 19 વર્ષ છે. આ દરમિયાન રામજી પરીક્ષા આપવા માટે મંડપ છોડીને જતો રહ્યો. પ્રીતિ પણ સ્ટેજ પર બેસીને રાહ જોવા લાગી. તેને લઈને રામજી સેને કહ્યું કે, તેની 10માં ધોરણની પરીક્ષા અને લગ્ન એક સાથે હતા પરંતુ, મેં તેના માટે આખા વર્ષે મહેનત કરી હતી. મેં પેપર આપ્યું છે અને મને સારા પરિણામની પણ આશા છે આજે જીવનની બે પરીક્ષાઓ થઈ. એક અભ્યાસની અને બીજી જિંદગીની.
તો દુલ્હન પ્રીતિ સેને કહ્યું કે, મેં મંડપમાં વરરાજાની 3 કલાક સુધી રાહ જોઈ કેમ કે તેની 10માં ધોરણની પરીક્ષા હતી. પતિએ જે પગલું ઉઠાવ્યું તે તેના ભવિષ્ય માટે સારું છે. બંને પક્ષોનું કહેવું હતું કે, જે તેના પુત્રએ આખા વર્ષની મહેનત કરી છે તો તેના સારા પરિણામ માટે પેપર આપવું જરૂરી હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp