પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરમાં ભારતની સરહદમાં એક દીપડો ઘૂસી આવ્યો, શોધખોળ ચાલે છે

PC: bharatexpress.com

જમ્મૂ-કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા રામગઢ સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાનથી ભારતની સીમામાં આવી ગયો છે. આ વાતની જાણકારી મળતાની સાથે જ સુરક્ષા કર્મિયોએ રામગઢના સાંબામાં એલર્ટ જારી કરી દીધું છે અને વન વિભાગની ટીમો દીપડાને શોધવા માટે લાગી ગઇ છે.

જમ્મૂ-કાશ્મીરમાં આપણે અનેક વખત એવું સાંભળીએ છીએ કે આતંકવાદીઓ સરહદ પાર કરવાની ફિરાકમાં રહેતા હોય છે. પરંતુ આ વખતે પાકિસ્તાનથી જમ્મૂ-કાશ્મીરની બોર્ડર પર એક દીપડો ઘુસી આવ્યો હોવાનં જાણવા મળ્યું છે. દીપડો ઘુસી આવ્યો હોવાની માહિતી મળતાની સાથે પોલીસ ચોકીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. વન વિભાગની ટામ શોધખોળ કરી રહી છે.

સુરક્ષા કર્મીઓએ કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ઇન્ટરનેશનલ બોર્ડરને અડીને આવેલા રામગઢ સેક્ટરમાં એક દીપડો પાકિસ્તાનથી ઘુસી આવ્યો છે.

ન્યૂઝ એજન્સીના કહેવા મુજબ એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ની બોર્ડર આઉટપોસ્ટ નર્સરી પાસે દીપડો વાડ ઓળંગતો કેમેરામાં કેદ થયો હતો. સંબંધિત BSF યુનિટ પાસેથી માહિતી મળ્યા બાદ તમામ બોર્ડર પોલીસ ચોકીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકોને દીપડાની હાજરી વિશેની જાણકારી આપી દેવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે રાતના સમયે ખાસ સાવધાની રાખવી.વન્ય જીવ સંરક્ષણ વિભાગને જાણકારી આપવામાં આવી છે અને અત્યારે દીપડાને શોધવાનો પ્રયાસ ચાલુ છે.

અધિકારીએ કહ્યું કે, સ્થાનિક લોકોની સુરક્ષા માટે કેસો, બરોટા, લગવાલ, પાખરી અને નર્સરી ચોકી નજીકના ગામોમાં પોલીસ ટીમો મોકલવામાં આવી છે. આ સાથે સ્થાનિક લોકોને ગાઢ વૃક્ષો અને છોડવાળા વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે ખેડૂતોને ખેતરોમાં પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.

જાણકારોનું કહેવું છે કે જંગલો કપાઇ જવાને કારણે અને પુરતું ખાવાનું નહીં મળતું હોવાથી ઘણા દીપડાઓ ખાવાનાની શોધ માટે શહેર તરફ આવી જતા હોય છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં તો અનેક વખત દીપડો ગામડાઓમાં ઘર સુધી આવી જતો હોય છે અને અનેક વખત બકરી કે મરધાનો શિકાર પણ કરી નાંખે છે. દક્ષિણ ગુજરાતના ગામમાં રહેતા લોકોને તો રાતે જોખમ મંડરાયેલું જ હોય છે ક્યાંકથી દીપડો ન આવી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp