CM કેજરીવાલની તબિયતને લઈને ટેન્શનમાં LG સક્સેના, 'CM દવા કેમ નથી લઈ રહ્યા જાણો'

PC: aajtak.in

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે. CM અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્યને લઈને વિવાદ સતત ચાલુ છે. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તિહાર જેલ સુપરિન્ટેન્ડેન્ટના રિપોર્ટનો ઉલ્લેખ કરતા LG VK સક્સેનાએ CM અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પ્રિસ્ક્રાઇબ કરેલ ખોરાક અને દવાઓ ન લેવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. LG VK સક્સેનાએ કહ્યું છે કે, મુખ્ય સચિવે આ મામલે તપાસ કરવી જોઈએ.

હકીકતમાં લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવે દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, CM અરવિંદ કેજરીવાલે 6 જૂનથી 13 જુલાઈ વચ્ચે દિવસના ત્રણેય સમય જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લીધો હતો. આ અંગે LG VK સક્સેનાએ પૂછ્યું કે CM અરવિંદ કેજરીવાલ આવું કેમ કરી રહ્યા છે.

LG VK સક્સેનાના આ પત્ર પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશીએ કહ્યું છે કે, BJP CM અરવિંદ કેજરીવાલને મારવાનું કાવતરું ઘડી રહી છે. આતિશીએ કહ્યું છે કે, CM કેજરીવાલની સુગર આઠ કરતા વધુ વખત 50થી નીચે આવી ગઈ છે. જેના કારણે CM કેજરીવાલ કોમામાં જઈ શકે છે અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવા છતાં CM અરવિંદ કેજરીવાલ હજુ પણ તિહાર જેલમાં છે. કોર્ટે તેમને ED કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ CBI કેસમાં ધરપકડના કારણે તેઓ હજુ તિહારમાં છે. CBI કેસમાં આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના CM કેજરીવાલની માર્ચ 2024માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ EDએ તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. EDએ તેને કથિત દારૂ કૌભાંડનો કિંગ પિન ગણાવ્યા હતા.

ત્યાર પછી CM અરવિંદ કેજરીવાલની ભ્રષ્ટાચારના કેસમાં તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, અને કોર્ટે તેમની કસ્ટડી 25 જુલાઈ સુધી વધારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp