LICમાં તમે જે રોકાણ કરો છો, તેનું LIC ક્યાં કરે છે રોકાણ? જાણી લો

PC: sundayguardianlive.com

મોટા શહેરોથી લઈને નાના ગામડામાં રહેતા લોકો વિશ્વાસપાત્ર રોકાણ અને સુનિશ્ચિત આવક માટે LICને જ પહેલી પસંદ આપે છે. મોટાભાગના ભારતીયો રોકાણ માટે LICને જ પ્રાથમિકતા આપે છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) દેશની સૌથી મોટી સંસ્થાગત નિવેશક છે. પરંતુ શું તમે એ વાત જાણો છો કે, તમે જે પૈસા LICમાં જમા કરાવો છો, તેનું રોકાણ કંપની ક્યાં કરે છે? રિપોર્ટ અનુસાર, LIC મોટાપાયા પર પૈસાને શેરબજારમાં નિવેશ કરે છે. કોરોના સંકટના સમય દરમિયાન પણ LICએ શેરબજારમાંથી ઘણા પૈસા બનાવ્યા છે. શેરબજારમાં LIC વાર્ષિક 2 લાખ કરોડ રૂપિયા કરતા વધુનું નિવેશ કરે છે. તેમાંથી 60 હજાર કરોડની આસપાસ તે શેરબજારમાં અને બાકીના નાણા ડેટ, સરકારી પ્રતિભૂતિઓ (જી-સેક)માં રોકાણ કરે છે.

શેર હોલ્ડિંગના આંકડાઓ અનુસાર, દેશની તમામ મોટી કંપનીઓમાં LICએ પૈસા લગાવ્યા છે. કોરોના વાયરસ સંકટની વચ્ચે પણ કંપનીએ પોતાનું રોકાણ ચાલુ રાખ્યું છે. આ દરમિયાન કંપનીએ ફાર્મા અને આઈટી સેક્ટરમાં નિવેશને વધાર્યું છે. આંકડાઓ દર્શાવે છે કે, LICએ ફાર્મા શેરોમાં લ્યુપિન, અલ્કેમ લેબ અને ફાઈઝરમાં બીજા ત્રિમાસિકમાં પોતાની હિસ્સેદારી વધારી છે. તેણે આઈટી સેક્ટરમાં ઈન્ફોસિસમાં પણ પોતાની હિસ્સેદારી 1.96 ટકાથી વધારીને 2.11 ટકા કરી દીધી છે.

ઓટો સેક્ટરની વાત કરીએ તો LICએ અમાર રાજા બેટરીઝ, અશોક લેલન, બાશ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટો કોર્પ અને ટીવીએસ મોટર કંપનીમાં રોકાણ કર્યું છે. જો બેંકિંગ સેક્ટરની વાત કરીએ તો LICએ SBI, HDFC બેંક, HDFC લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, યસ બેંક અને બંધન બેંકમાં પૈસા લગાવ્યા છે. આ ઉપરાંત, LICએ ઈન્ડિયન ઓઈલ, પાવર ગ્રિડ, ઓઈલ ઈન્ડિયા, ONGC, મોયલ, મહાનગર ગેસ અને ઈન્દ્રપ્રસ્થ ગેસમાં નિવેશ કર્યું છે. મેટલમાં LICએ વેદાંતા, JSW સ્ટીલ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ)માં પૈસાનું રોકાણ કર્યું છે. આ ઉપરાંત, જે શેરોમાં LICએ ખરીદી કરી છે, તેમા બાટા ઈન્ડિયા, બર્જર પેઈન્ટ્સ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને હિન્દુસ્તાન યુનિલીવર જેવા સ્ટોક છે. આ ઉપરાંત, LIC અન્ય ઘણી જગ્યાઓ પર નિવેશ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp