અયોધ્યામાં રામ મંદિર તરફ જતા રસ્તા પરની 50 લાખ રૂપિયાની લાઇટ્સ ચોરાઇ ગઇ
અયોધ્યામાં રામ મંદિર તરફ જવાના રસ્તા પર સુશોભિત લાઇટસ લગાવવામાં આવેલી છે, પંરતુ કોઇક અજાણ્યા લોકો આ રસ્તા પરની 50 લાખ રૂપિયાની લાઇટ્સ ચોરી ગયા છે, પોલીસમાં ફરિયાદ થઇ છે અને પોલીસ હવે તપાસ કરી રહી છે.
અયોધ્યામાં જાન્યુઆરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિર તરફ 3 રસ્તાનું નિર્માણ કર્યું હતું. એક રામ પથ, જન્મભૂમિ પથ અને ભક્તિ પથ.
રામ પથ પર 6400 બેંબુ લાઇટસ લગાવવામાં આવી છે, જેથી રાત્રે પણ દિવસ જેવું અજવાળું જોવા મળી શકે છે. જ્યારે ભક્તિ પથ પર 96 જેટલી પ્રોજેક્ટર લાઇટસ લગાવવામાં આવેલી છે. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 3800 બેંબુ લાઇટ્સ અને 36 પ્રોજેક્ટર લાઇટ્સની ચોરી થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp