અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં અડવાણી આવશે કે નહીં? થઈ ગયું ફાઈનલ

PC: twitter.com

અયોધ્યામાં રામ મંદિર બને તેના માટે સૌથી મોટું યોગદાન આપનાર ભાજપના સિનિયર નેતા અડવાણી 22 જાન્યુઆરી 2024ના દિવસે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાના છે. આ પહેલા શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યુ હતું કે, અડવાણીને અમે આમંત્રણ મોકલ્યું છે, પરંતુ અમારું માનવું છે કે, તેમના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમણે અયોધ્યા આવવું ન જોઇએ.

પરંતુ બધુવારે RSS નેતા કૃષ્ણ ગોપાલ, રામલાલ અને વિશ્વ હિંદુ પરિષદના નેતા આલોક કુમાર અડવાણીના ઘરે જઇને અયોધ્યા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અડવાણીને કહેવામાં આવ્યુ હતું કે તેમના માટે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં મેડીકલ ટીમ સહિતની તમામ સુવિધા રાખવામાં આવશે.

અડવાણીએ કહ્યુ હતું કે, આ તો મારા માટે મોટા સૌભાગ્યની વાત છે. અત્યારે જ્યારે આખા દેશમાં મંગલમય વાતાવરણ બન્યું છે ક્યારે અયોધ્યામાં હાજર રહેવા મળશે અને પ્રસંગ જોવા મળશે. તેમણે કહ્યું કે, મારા પૂણ્ય જન્મનું કોઇ સારું ફળ હશે એટલે મને પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો મોકો મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp