ભારત રત્નની જાહેરાત બાદ લાલકૃષ્ણ અડવાણીનું નિવેદન આવ્યું સામે

PC: twitter.com

ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન સન્માન આપવાની આજે જાહેરાત કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી અને લખ્યું હતું કે, પૂર્વ ઉપ પ્રધાનમંત્રીને દેશના સર્વોચ્ય સન્માનથી સન્માનિત કરવામાં આવશે. આ સમાચાર મળતા લાલકૃષ્ણ અડવાણી એક નિવેદનમાં કહ્યું હતું કે, હું સંપૂર્ણ વિનમ્રતા અને કૃતજ્ઞતાથી આ સન્માન સ્વીકાર કરું છું, જે આજે મને પ્રદાન કરવામાં આવ્યું છે. આ ફક્ત એકત વ્યક્તિના રૂપમાં જ નહીં પરંતુ એ આદર્શો અને સિદ્ધાંતો માટે પણ સન્માનની વાત છે, જેના માટે મેં મારી સંપૂર્ણ ક્ષમતા સાથે જીવનભર સેવા કરવાની કોશિશ કરી છે.

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે, જ્યારથી હું 14 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વંયસેવકના રૂપમાં શામેલ થયો છું, ત્યારથી મેં ફક્ત એક જ કામના કરી છે કે જીવનમાં મને જે પણ કાર્ય સોંપાયું છે તેમાં મેં મારા પ્રેમાળ દેશને સમર્પિત અને નિસ્વાર્થ સેવા કરી છે. જે વસ્તુએ મારા જીવનને પ્રેરિત કરી છે, તે આદર્શ વાક્ય છે ઈદં ન મમ એટલે કે આ જીવન મારું નથી, મારું જીવન મારા રાષ્ટ્ર માટે છે. 

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ, સ્વંયસેવકો અને અન્ય લોકોનો હૃદયથી આભાર માનું છું, જેમની સાથે મને સાર્વજનિક જીવનમાં મારી આખી યાત્રા દરમિયાન કામ કરવાનું સૌભાગ્ય મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp