લોકલથી ગ્લોબલ બની રહ્યા છે ખાદીના માસ્કઃ અમેરિકા, દુબઈ, મોરિશ્યસમાં વેચાશે

PC: secureservercdn.net

થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી તેને મંજૂરી આપી દીધી હતી. તે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતના નાગરિકોએ લોકલ પ્રોડક્ટ કે ઉત્પાદન માટે વોકલ બનવાની જરૂર છે. તેના બળે જ સ્થાનીક પ્રોડક્ટ ગ્લોબલ બની શકે છે. ત્યાર પછી ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ(KVIC)એ કહ્યું કે, તેઓ વાણિજ્ય મંત્રાલય દ્વારા ચિકિત્સા અને સર્જરી સિવાયના માસ્કના નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા પછી કોટન અને સિલ્કના માસ્કના નિકાસની સંભાવનાઓ શોધી રહ્યા છે.

ઓફિશ્યલી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, KVICએ દુબઈ, અમેરિકા, મોરિશ્યસ અને ઘણાં યૂરોપીય અને મધ્ય-પૂર્વના દેશો ઉપરાંત ઘણાં સ્થળોએ ખાદીના ફેસ માસ્કને પૂરા પાડવાની યોજના બનાવી છે. ખાદી આયોગની યોજના આ દેશોની એમ્બેસીના માધ્યમથી ખાદીના માસ્ક વેચશે.

ખાદી ઈન્ડિયાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આયોગની યોજના આ દેશોની એમ્બેસીના માધ્યમથી ખાદીના માસ્ક વેચવાની છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન ફેસ માસ્કની ભારી માને ધ્યાનમાં લેતા ખાદી આયોગે બે લેયર અને ત્રણ લેયરના કોટન અને સિલ્કના ફેસ માસ્ક બનાવ્યા છે.

આ માસ્ક પુરુષો માટે બે રંગોમાં અને મહિલાઓ માટે ઘણાં રંગોમાં ઉપલબ્ધ રહેશે. KVICને અત્યાર સુધીમાં 8 લાખ માસ્ક પૂરા પાડવાના ઓર્ડર મળ્યા છે. જેમાંથી 6 લાખથી વધારે ફેસ માસ્ક પૂરા પાડી દેવામાં આવ્યા છે. ખાદી આયોગને રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી કાર્યાલય, કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયો, જમ્મુ કાશ્મીર પ્રશાસન અને સામાન્ય નાગરિકો દ્વારા પણ ઈ-મેલના માધ્યમથી માસ્કને પૂરા પાડવાની અરજી મળી છે.

KVICના ચેરમેન વિનયકુમાર સક્સેનાનું કહેવું છે કે, ખાદી માસ્કના નિકાસથી ઉત્પાદનમાં વધારો થશે અને અંતે ભારતમાં કારીગરો માટે મોટા પાયા પર રોજગારની તકો પેદા થઈ શકે છે. સક્સેનાએ કહ્યું કે, ખાદીના ફેબ્રિકથી તૈયાર આ માસ્કને એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તે ગુણવત્તા પૂરી કરી શકે અને માગ વધારે છે. તેની સાથે જ આ માસ્ક સસ્તા, શ્વાસ લેવા યોગ્ય, ધોઈ શકાય છે અને ફરી ઉપયોગ કરી શકાશે. તેને સ્વાભાવિક રીતે નષ્ટ પણ કરી શકાય છે.

માસ્કના નિર્માણ માટે આ કપડાની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, આ જશવાષ્પની બૂંદોને અંદર જ રોકી રાખે છે અને તેમાંથી હવા સરળતાથી બહાર નીકળી શકે છે. જે વાત આ માસ્કને વિશેષ બનાવે છે તે એ છે કે, આ માસ્કને જે કપડાથી તૈયાર કરવામાં આવે છે, તેમાં કોટન અને સિલ્કના દોરાની હાથો વડે બુનાઈ અને કતાઈ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp