લોકડાઉનનો માર ગરીબો પર, એક પ્લેટ ખીચડી ખાવા લાગી 1 કિમી લાંબી લાઈન

PC: ndtvimg.com

કોરોના વાયરસના કારણે દેશમાં કરવામાં આવેલા લોકડાઉનની સૌથી ખરાબ અસર ગરીબવર્ગના લોકો પર પડી રહી છે. બધુ જ બંધ હોવાના કારણે ન તો તેમની પાસે રહેવા માટે છત છે અને ન તો ખાવા માટે અન્ન. દિલ્હી સરકાર તેમના આશ્રય ગૃહોમાં આ વર્ગના લોકોને ભોજન કરાવી રહી છે, પરંતુ લોકો એટલા વધારે છે કે ભોજન પણ ઓછું પડી રહ્યું છે. એક પ્લેટ ખીચડી માટે લોકોની 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે. 2 મીટરનું અંતર જાળવવું તો દૂરની વાત મજૂરો ખાવા માટે એકની ઉપર એક પણ કૂદી રહ્યા છે. યમુના પુશ્તાના આશ્રય ગૃહની આ તસવીર છે. જે ઘણું કહી જાય છે.

હાલમાં તો નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસ અને તેના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે દેશવ્યાપી લોકડાઉનને લઈને ગુરુવારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1.70 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રકમ જરૂરિયાતમંદોની મદદ માટે આપવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ પેકેજ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોરાના વાયરસ મહામારી સામે લડી રહેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવી રહ્યું છે. તો રાશનની દુકાનોથી 80 કરોડ પરિવારોને વધારાના 5 કિલો ઘઉં કે ચોખાની સાથે 1 કિલો દાળ 3 મહિના સુધી મફત આપવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, મજૂરોને રાહત આપતા અમે તેમની દૈનિક મજૂરીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મનરેગા હેઠળ મજૂરી વધારીને 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા કરી દેવામાં આવી છે. સીતારમને કહ્યું કે, 20 કરોડ મહિલા જનધન ખાતામાં આવનારા 3 મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિને જમા કરવામાં આવશે જેથી તેઓ ઘરની જરૂરતો પૂરી કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp