83 દિવસ ચાલ્યો ચૂંટણી પ્રચાર પણ રાજકીય પીચથી કેમ દૂર રહ્યા નવજોત સિંહ સિદ્ધુ

PC: firstpost.com

પંજાબમાં કોંગ્રેસનું કેમ્પેનથી પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પૂરી રીતે ગાયબ રહ્યા. 83 દિવસો સુધી ચાલેલા અભિયાનમાં નવજોત સિંહ સિદ્ધુએ ન કોઈ પાસે વોટ માગ્યા અને ન તો કોઈ સ્ટેજ પર પ્રચાર કરતા નજરે પડ્યા. આ દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ પૂરી થઈ ગઈ હતી. લોકોને આશા હતી કે કદાચ તેઓ પટિયાલામાં દેખાઈ શકે છે, પરંતુ એમ ન થયું. કોંગ્રેસના સ્ટાર પ્રચારકમાં સામેલ રહેલા સિદ્ધુએ પાર્ટી ઉમેદવારો માટે પ્રચારથી દૂરી બનાવી રાખી.

નવજોર સિંહ સિદ્ધુએ આચાર સંહિતા લાગૂ થવા અગાઉ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે, તેઓ પંજાબમાં જ રહીને પંજાબની સેવા કરવા માગે છે. IPLની શરૂઆત થવા સાથે જ સિદ્ધુ કમેન્ટ્રીમાં સામેલ થઈ ગયા. તેઓ પોતાના X અકાઉન્ટ પર IPLની પોસ્ટ શેર કરતા નજરે પડ્યા. તેઓ મજેદાર કમેન્ટ્રીથી લોકોનું દિલ જીતી ચૂક્યા છે અને કમેન્ટ્રી દરમિયાન તેમનો પ્રસિદ્ધ ડાયલોગ ‘છા ગયે ગુરુ’ અને ‘ઠોકો તાલી’ ફેન્સના દિલ અને દિમાગમાં છે.

તેમણે આ વખત  મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતા તેને રિંછ કહી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તમે રિંછ જોયા છે, જે હાઈબરનેશનમાં 6-6 મહિના રહે છે, પરંતુ જ્યારે આવે છે તો બધાના છક્કા છોડાવી દે છે, ધોની પણ એવો જ છે. તો સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ કેન્સરથી ગ્રસિત છે અને લાંબા સમયથી સારવાર ચાલી રહી છે. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાની પત્નીના સ્વાસ્થ્ય પર પણ રહ્યું. તેઓ પોતાની પત્નીના સ્વાસ્થ્યનું અપડેટ આપતા રહે છે.

સિદ્ધુના પંજાબના કોંગ્રેસના નેતાઓ સાથે સંબંધ સારા નથી. મોટા ભાગે કોંગ્રેસના સીનિયર નેતા સિદ્ધુ વિરુદ્ધ નિવેદન આપતા નજરે પડે છે. 11 ફેબ્રુઆરીએ પંજાબ કોંગ્રેસની કાર્યકારિણી બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે પણ આવ્યા હતા, પરંતુ સિદ્ધુને ન બોલાવવામાં આવ્યા. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વડિંગ અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા સાથે પણ સિદ્ધુની બનતી નથી.

સિદ્ધુના ગ્રુપના નેતાઓએ થોડા સમય અગાઉ બેઠક કરીને નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી હાઇકમાન સિદ્ધુની રેલીના કારણે પાર્ટીમાંથી કાઢવામાં આવેલા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતું નથી, ત્યાં સુધી તેઓ ચૂંટણી પ્રચારમાં હિસ્સો નહીં લે. સિદ્ધુ ગ્રુપના નેતાઓની આ માગ કોંગ્રેસ હાઇકમાને અત્યાર સુધી વધારે મહત્ત્વ આપ્યું નથી. તેના કારણે સિદ્ધુ ગ્રુપના નેતા પોત પોતાના ઘરોમાં બેસીને કોંગ્રેસ હાઇકમાનનું મોઢું જોતા રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp