જયપુરમાં બબાલ, BJP 1652 મતથી વિજેતા જાહેર થતા કોંગ્રેસની ફરી મતગણતરીની માગ, પણ..
જયપુર ગ્રામીણ લોકસભા સીટ પર ભાજપના રાવ રાજેન્દ્ર સિંહને 1615 મતથી જીત આપી દીધા બાદ વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચોપરાએ મતગણતરીને લઈને વાંધો ઉઠાવ્યો છે. તેમણે પોસ્ટલ બેલેટમાં ગડબડીનો આરોપ લગાવ્યો હતો અને તેમણે ફરી મતગણતરી કરવાની માગ કરી હતી, પરંતુ તેમની માગને તંત્રએ ફગાવી દીધી હતી.
જેનો વિરોધ કરતા અનિલ ચોપરા રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં ધરણા પર બેસી ગયા હતા. આ પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને શાહપુરા ધારાસભ્ય મનીષ યાદવ કોમર્સ કોલેજ પહોચ્યા હતા, પરંતુ પોલીસે બંનેને અંદર જવા નહોતા દીધા. ત્યાર બાદ મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું.
ઈલેક્શનનું 5.55 વાગ્યા સુધીનું અપડેટ...
जयपुर ग्रामीण सीट से भाजपा के राव राजेंद्र सिंह को आधिकारिक तौर पर 1615 वोट से विजयी घोषित किया गया.@AnilChopra_ आपने बढ़िया फाइट दी. pic.twitter.com/ateLqDzCMW
— Avdhesh Pareek (@Zinda_Avdhesh) June 4, 2024
05:42 PM - પશ્ચિમ બંગાળની બેહરામપુર સીટ પર કોંગ્રેસના નેતા અંધીર રંજન ચૌધરીને હરાવી યુસુફ પઠાણ વિજેતા
05:04 PM - જમ્મુ-કાશ્મીરના બંને પુર્વ CM મેહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાહની હાર
03:49 PM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 3.45 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપ 11 અને કોંગ્રેસ 12 સીટ પર આગળ, ઉદ્ધવ 10, શરદ પવાર 7 સીટ પર આગળ
03:23 PM - કંગના રણૌતે કહ્યું- અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ
03:22 PM - મેં ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે કોઈ વાત નથી કરીઃ શરદ પવાર
03:09 PM - ગુજરાતમાં વર્ષો બાદ કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરનો વિજય, ગુજરાત કોંગ્રેસની ટ્વીટ
02:31 PM - રાહુલ ગાંધી સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે
02:24 PM - જો બધું બરાબર રહેશે તો અમે ચોક્કસપણે 295 સુધી પહોંચીશું. ચૂંટણી પંચની વેબસાઇટ પર પરિણામો સમયસર અપલોડ નથી થતા? અમને વિશ્વાસ છે કે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં આવીશુંઃ કોંગ્રેસ નેતા પવન ખેડા
02:22 PM - કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા રાહુલ ગાંધી
जयपुर ग्रामीण सीट पर गड़बड़ी की आशंका को देखते हुए फूफाजी ने मोर्चा सम्भाल लिया है @GovindDotasra @AnilChopra_ 🙏
— राजस्थानी काका 💪🙏 (@Rajsthanikaka) June 4, 2024
pic.twitter.com/VWM9cMSAGM
01:40 PM - ઉત્તર પ્રદેશમાં ગઠબંધનની આંધી, INDIA ગઠબંધન 45 સીટ પર આગળ, ભાજપ 32 સીટ પર આગળ
01:26 PM - બિહારની પટના સાહિબ બેઠક પરથી ભાજપના રવિશંકર પ્રસાદ 54190 મતોથી આગળ
01:04 PM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 1 વાગ્યા સુધીમાં ભાજપ 244 અને કોંગ્રેસ 94 સીટ પર આગળ
12:30 PM - 12.30 સુધીના આંકડા મુજબ NDA 290 સીટ અને INDIA ગઠબંધન 234 સીટ પર આગળ
12:13 PM - શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 5500 પોઈન્ટ્સનો કડાકો
11:48 AM - બારામુલા સીટ પર ઓમર અબદુલ્લાહ 58 હજાર મતથી પાછળ
11:43 AM - ગુજરાતની પાટણ સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 17 હજાર મતથી આગળ
11:18 AM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 11.15 વાગ્યા સુધીમાં ભાજપ 238 અને કોંગ્રેસ 97 સીટ પર આગળ
11:10 AM - શેરબજારમાં મોટું ગાબડું, સેન્સેક્સમાં 3500 પોઈન્ટ્સનો કડાકો
11:07 AM - આઠમાં રાઉન્ડના ગણતરીના અંતે BJPના મનસુખ વસાવા 74,879 મતોથી આગળ
10:57 AM - પાટણ લોકસભા બેઠકમાં 4 રાઉન્ડના અંતે કોંગ્રેસના ચંદનજી ઠાકોર 10,842 મતોથી આગળ
10:49 AM - રાયબરેલીમાં રાહુલ ગાંધી 50589 મતોથી આગળ
10:46 AM - અમેઠીમાં સ્મૃતિ ઈરાની 18576 મતોથી પાછળ
10:22 AM - અમરાવતી સીટ પર ભાજપના ઉમેદવાર નવનીત રાણા પાછળ
09:57 AM - બનાસકાંઠામાં ગેનીબેન 4971 મતથી આગળ, ભાજપના રેખાબેન પાછળ
09:52 AM - મથુરાથી હેમા માલિની આગળ
09:49 AM - મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું મત ગણતરીનું વર્ચ્યુઅલ મોનિટરિંગ કરવા માટે અમારી ટીમો કંટ્રોલ રૂમમાં હાજર છે. અમારી વેબસાઇટને પ્રતિ સેકન્ડ 2 લાખ હિટ્સ મળી રહી છે
09:42 AM - ઉત્તર પ્રદેશમાં NDA 34 સીટો પર, INDIA. ગઠબંધન 43 સીટો પર આગળ
09:40 AM - મેરઠ સીટથી રામાયણ શોના રામ અરૂણ ગોવિલ 6 હજાર મતથી પાછળ
09:37 AM - ચૂંટણી પંચના આંકડા મુજબ વારાણસી સીટ પર PM નરેન્દ્ર મોદી 4998 મતથી પાછળ, કોંગ્રેસના અજય રાય આગળ #ElectionsResults #Khabarchhe #LoksabhaElection2024 #Varanasi
09:27 AM - અમેઠીમાં સ્મૃતિ ઈરાની પાછળ
09:24 AM - અમરેલીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા આગળ
09:18 AM - 9.15 સુધીના આંકડા મુજબ INDIA ગઠબંધન 200 સીટ પાર
09:14 AM - પશ્ચિમ બંગાળમાં ભાજપ 19 અને TMC 17 સીટ પર આગળ
09:12 AM - તામિલનાડુની તિરુનેલવેલી સીટ પર સ્ટ્રોંગ રૂમની ચાવી ખોવાઈ ગઈ
09:11 AM - ગુજરાતની બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, જામનગર અને પાટણ બેઠક પર કોંગ્રેસ આગળ
09:09 AM - 9.10 વાગ્યા સુધી 266 પર NDA અને 194 પર INDIA ગઠબંધન આગળ
09:05 AM - ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ 9 વાગ્યા સુધીમાં ભાજપ 76 અને કોંગ્રેસ 25 સીટ પર આગળ
08:59 AM - મંડી સીટ પર કંગના રણૌત 1294 મતથી આગળ
08:59 AM - રાજસ્થાનમાં ભાજપ 14 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ
08:57 AM - રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 15 હજાર મતોથી આગળ
08:56 AM - બનાસકાંઠા બેઠક પર ગેનીબેન આગળ
08:54 AM - પૂર્વ CM અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે EVM બદલવાની ફરિયાદ કરી
08:50 AM - 8.50 વાગ્યા સુધી 254 પર NDA અને 159 પર INDIA ગઠબંધન આગળ
08:40 AM - ગાંધીનગર સીટથી અમિત શાહ 35 હજાર મતથી આગળ
08:36 AM - નવસારી બેઠક પર સી.આર. પાટીલ 10 હજાર મતથી આગળ
08:32 AM - બહરામપુરથી યુસુફ પઠાણ આગળ, અધીર રંજન ચૌધરી પાછળ
08:31 AM - અમદાવાદમાં મતગણતરી શરૂ
08:28 AM - હરિયાણાની કરનાલ સીટ પર ભાજપના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટર પાછળ
08:28 AM - વારાસણી સીટ પર PM મોદી આગળ
08:28 AM - તિરુવનંતપુરમ સીટથી કોંગ્રેસના શશિ થરૂર આગળ
08:28 AM - કન્નૌજ સીટથી અખિલેશ યાદવ આગળ
08:27 AM - વાયનાડ સીટથી રાહુલ ગાંધી આગળ
08:25 AM - બેલેટ પેપરની ગણતરી ચાલી રહી છે, જેમાં NDA 100 સીટ પર અને INDIA ગઠબંધન 61 સીટ પર આગળ ચાલી રહ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp