જોઈ મેડલની ચમક! 9 વર્ષથી અટકી હતી ફાઈલ, સ્વપ્નિલને એક ઝાટકે ડબલ પ્રમોશન મળ્યું

PC: jansatta.com

ઓલિમ્પિકમાં મેડલ જીત્યા પહેલા જે ખેલાડીને પ્રમોશનથી વંચિત રાખવામાં આવ્યો હતો તેને હવે ડબલ પ્રમોશન મળ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીતતાની સાથે જ તેને ડબલ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

સ્વપ્નિલ કુસાલે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આનાથી માત્ર દેશના કરોડો લોકોને જ ખુશી નથી મળી પરંતુ તેમની પ્રમોશન માટેની ફાઇલ પણ આગળ વધી છે, જે લાંબા સમયથી પેન્ડિંગ હતી. સ્વપ્નીલના બ્રોન્ઝ મેડલે લાખો ભારતીયોને માત્ર ભાવનાત્મક રીતે જ નથી હચમચાવી નાખ્યા, પરંતુ તેની પ્રમોશનની ફાઇલને પણ આગળ વધારી દીધી, જે ઘણા વર્ષોથી સેન્ટ્રલ રેલવે ઓફિસમાં અટવાયેલી હતી. 2015થી સેન્ટ્રલ રેલ્વેમાં કામ કરી રહેલા સ્વપ્નિલને એક વખત પણ પ્રમોશન મળ્યું ન હતું, જ્યારે આ શૂટરે વારંવાર તેના માટે વિનંતી કરી હતી.

સ્વપ્નિલના કોચ દીપાલી દેશપાંડેએ મીડિયા સૂત્રને જણાવ્યું કે 'તે પોતાની ઓફિસના વલણથી ખૂબ જ નિરાશ હતો. તે છેલ્લા નવ વર્ષથી રેલ્વે સાથે કામ કરી રહ્યો છે, પરંતુ તેના પ્રમોશન માટે ક્યારેય વિચાર કરવામાં આવ્યો ન હતો. જો કે, સેન્ટ્રલ રેલ્વેના આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ ઓફિસર રણજીત મહેશ્વરીએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે પેરિસ બ્રોન્ઝ મેડલ વિજેતાને શુક્રવાર સુધીમાં ડબલ પ્રમોશન મળી જશે.' તેણે કહ્યું, 'આ ખોટી માહિતી છે. તેમનું પ્રમોશન રોકવામાં આવ્યું ન હતું.'

તેણે વધુમાં કહ્યું કે 'અમે જનરલ મેનેજર સાથે વાત કરી છે, અને આશા છે કે તેને બે દિવસમાં ડબલ પ્રમોશન મળશે.' રેલવેમાં તેના સાથીદારોએ જણાવ્યું હતું કે, ઓફિસમાં તેના સિનિયરના વર્તનથી સ્વપ્નિલ દુખી થયો હતો. એક સહકર્મી, જેણે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, જ્યારે પણ સ્વપ્નિલ તેના પ્રમોશન વિશે પૂછતો, ત્યારે તેને ખરાબ ભાષામાં જવાબો મળ્યા અને તેનાથી તેને વધુ દુઃખ થયું.' દેશપાંડેએ કહ્યું, 'તેને પેરિસ જતા પહેલા ઓફિસમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેની પ્રમોશનની ફાઈલ આગળ લઈ જઈ શકાય. સ્વપ્નિલ ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાથી ઓફિસે ગયો ન હતો.'

સ્વપ્નીલે મેડલ જીત્યા પછી ગુરુવારે સેન્ટ્રલ રેલવેએ શૂટરને પ્રમોશન આપવાની સૂચનાઓ બહાર પાડી હતી. જ્યારે સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાને શૂટરના પ્રમોશન અંગે કોચ દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેમણે પૂણે ડિવિઝન સાથે પૂછપરછ કરવી પડશે. તેમણે કહ્યું કે 'સ્પષ્ટપણે, તેમાં કોઈ વિસંગતતા નથી.' તેમણે કહ્યું કે, 'તેઓ તપાસ કરીને જવાબ આપશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp