રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુ.નો દિવસ જ કેમ? 84 સેકન્ડનું મુહૂર્ત
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024નો દિવસ પસંદ કરવામાં આવ્યો છે,ત્યારે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તનો સમય કયો છે?
રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના દિવસે બપોરે 12 વાગ્યે 29 મિનિટ અને 8 સેકન્ડે શરૂ થશે અને બપોરે 12 વાગ્યે 30 મિનિટ અને 32 સેકન્ડ શુભમુર્હૂત પૂરું થશે. મતલબ કે 84 સેકન્ડમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે.
22 જાન્યુઆરીનો દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? એના માટે જ્યોતિષીઓનું કહેવું છે કે, આ દિવસ શુક્લ પક્ષ દ્વાદશીનો દિવસ છે અને અભીજિત મુહૂર્ત છે. આ દિવસે ચડતી અવસ્થામાં રામલલ્લામાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે. આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મંદિરની સ્થિરતા અકબંધ રહેશે.
ઉપરાંત રામલલ્લા જ્યારે બિરાજમાન થશે ત્યારે ધર્મ અને આધ્યાત્મિકતા માટે જેમને જવાબદાર માનવામાં આવે છે તેવા ગુરુનો ગૃહ મેષ રાશિમાં ઉર્ધ્વગામીમાં આવશે. ટુંકમાં આ દિવસે તમામ ગ્રહો શુભ સ્થિતિમાં રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp