7 બાળકોની મા, 5ની દાદીઃ પ્રેમમાં 22 વર્ષના યુવક જોડે 60 વર્ષની મહિલા ભાગી

PC: google.co.in

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષના યુવકને એવી મહિલા સાથે પ્રેમ થઈ ગયો જે 7 બાળકોની માતા, 5 બાળકોની દાદી અને 2 બાળકોની નાની છે. આ મહિલાની ઉંમર 60 વર્ષની છે.

આ મામલો એત્માદ્દૌલાના પ્રકાશ નગરનો છે. આ મામલે એ સમયે ડ્રામા જોવા મળ્યો જ્યારે યુવકની પત્નીએ તેની સામે ફરિયાદ દાખલ કરી. તો મહિલાના પતિ અને દીકરાએ પણ 22 વર્ષના યુવક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવા માટે પહોંચી ગયા અને તે દરમિયાન મહિલા પણ યુવકને છોડાવવા માટે ત્યાં પહોંચી ગઈ. ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં જ બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો.

પોલીસ સ્ટેશનમાં પણ 60 વર્ષીય મહિલા અને યુવક લગ્ન કરવાની વાત કરવા લાગ્યા, બંનેનો પરિવાર તેમને સમજાવવા લાગ્યા, પણ બંને માનવા માટે તૈયાર નહોતા. આખરે પોલીસે બંનેને સમજાવવાની કોશિશ કરી.

પોલીસે યુવક અને મહિલાને બંનેના મેળ વિનાના સંબંધ બાબતે સમજાવ્યું. પણ તેઓ માનવા માટે તૈયાર જ ન થયા. મહિલાએ ઉલટાનું પોલીસને કહ્યું કે, યુવક તેનો પ્રેમી છે. પ્રેમ કરવો ગુનો નથી. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

ઘણી વાર ગાયબ થઈ ચૂક્યા છે બંનેઃ

યુવક અને મહિલા ઘણીવાર કશુ પણ કહ્યા વિના ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે. યુવકની પત્નીની ફરિયાદ પર પોલીસ તેને સાથે લઈને આવી હતી. ત્યાર બાદ તેની પાછળ મહિલા પણ ત્યાં યુવકને છોડાવવા માટે પહોંચી ગઈ. પોલીસની સામે મહિલાએ કહ્યું કે, પ્રેમ કરવો ગુનો નથી. ત્યાર બાદ પોલીસે યુવકને ચેતવણી આપી છોડી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp