ગર્લફ્રેન્ડના ઘરે ગયેલા પ્રેમીને પકડી પરિવારજનોએ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો

PC: indiatv.in

બિહારના મુઝફ્ફરપુરથી ક્રૂરતાની તમામ હદો પાર કરતી એક ઘટના સામે આવી છે. પ્રેમમાં પડેલા યુવકને તેની ગર્લફ્રેન્ડના પરિવારે એવી સજા આપી છે કે તે જીવનભર ભૂલી શકશે નહીં. મામલો મુઝફ્ફરપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પંકજ માર્કેટનો છે. ખરેખર, પ્રેમિકાના પરિવારના સભ્યોએ ઘરમાં પકડાયેલા પ્રેમીનો પ્રાઇવેટ પાર્ટ્સ કાપી નાખ્યો હતો. યુવકને પહેલા ખુબ માર મારવામાં આવ્યો, ત્યારબાદ ક્રૂરતાની હદ વટાવતા તેના શરીરના નાજુક અંગને કાપી નાખવામાં આવ્યું. ગર્લફ્રેન્ડના પરિવારજનો આટલાથી ન અટકતા તેઓએ યુવકના ગળાની ચેન અને તેની વીંટી પણ છીનવી લીધી હતી.

પ્રેમિકાએ જ્યારે તેને ફોન કર્યો ત્યારે તેના ઘરે જવું પ્રેમીને મોંઘુ પડ્યું હતું. આરોપ છે કે પ્રેમી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો ગુરુવારે (12 ઓક્ટોબર) સાંજે મુઝફ્ફરપુર શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નગર પોલીસ સ્ટેશનના ગોલા બંધ રોડ પર રહેતો એક યુવક એક યુવતી સાથે ઘણા સમયથી પ્રેમ કરતો હતો. આરોપ છે કે, યુવતીએ તેના બોયફ્રેન્ડને કોઈ બહાને બોલાવ્યો હતો. આ પછી, યુવક પ્રેમીને તેના પરિવારના સભ્યોએ પકડી લીધો હતો, ખૂબ માર માર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટને તીક્ષ્ણ હથિયારથી કાપી નાખ્યો હતો.

યુવકના પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં છોકરીના માતા, પિતા અને ભાઈને આરોપી બનાવવામાં આવ્યા છે. આ મામલે શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિજય કુમાર સિંહે જણાવ્યું કે, પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ હોસ્પિટલમાં દાખલ યુવકનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે. આરોપીઓ હાલ ફરાર છે. શોધખોળ માટે ટીમ બનાવવામાં આવી છે.

પ્રેમિકા પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે ફોન કરીને પ્રેમીને બોલાવ્યો હતો. યુવક જીમ જવા ઘરેથી નીકળ્યો હતો અને તેને કાવતરાના ભાગરૂપે બોલાવવામાં આવ્યો હતો. છોકરાના પરિવારજનોનું કહેવું છે કે, બંને વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. યુવતીનો પરિવાર તે વાત સ્વીકારતો ન હતો. પરિવારના સભ્યોએ યુવતીને ફોન કરીને તેને (પ્રેમીને) બોલાવવાનું કહ્યું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે. જ્યારે તે ગયો ત્યારે તે લોકોએ પકડીને તેને માર માર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો. આ મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

એવું કહેવાય છે કે, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના પરિવારો બિઝનેસમાં એકબીજા સાથે સંબંધિત છે. જેના કારણે છોકરા અને છોકરી વચ્ચે પ્રેમ થયો. હાલ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. યુવકના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હોસ્પિટલ પહોંચી ઘાયલ યુવકનું નિવેદન નોંધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp