‘100 રૂપિયા કિલો દાળ લેવી હોય તો..’, કોંગ્રેસે લગાવ્યું હોર્ડિંગ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીના દાળના ભાવને લઈને આપવામાં આવેલા નિવેદન પર રાજકારણ તેજ થઈ ગયું છે. રાજ્યના યુવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ શરદ શુક્લાએ હોર્ડિંગ લગાવડાવ્યું છે. તેમાં લખ્યું છે 100 રૂપિયાની દાળ લેવી હોય તો કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી સાથે સંપર્ક કરો. હોર્ડિંગમાં કૃષિ મંત્રીના નિવેદનને પણ પ્રમુખતાથી લખવામાં આવ્યું છે જેમાં સૂર્ય પ્રતાપ શાહીએ કહ્યું કે, આખા રાજ્યમાં ક્યાંય પણ દાળના ભાવ 100 રૂપિયા કિલોથી વધારે નથી.

સૂર્ય પ્રતાપ શાહી મંગળવારે લખનૌ લોક ભવનમાં કૃષિ રાજ્ય મંત્રી બળદેવ સિંહ ઔલખ સાથે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિકાસની રણનીતિના સંબંધમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહી દીધું કે દાળની કિંમત ક્યાંય પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધારે નથી. ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ જેવી જ આ વાત કહી, પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડિયાકર્મીઓએ એક સૂરમાં તેમને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે દાળની કિંમતો 180-200 રૂપિયાથી ઓછી નથી.

સાથે જ પત્રકારોએ શાહીને એ જગ્યાનો એડ્રેસ પૂછી લીધો, જ્યાં દાળ 100 રૂપિયા કિલો મળી રહી છે. તેના પર કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી અને તેમની બાજુમાં બેઠા સહયોગી મંત્રી બળદેવ સિંહ ઔલખ હસવા લાગ્યા. દાળની કિંમતોને લાઇને ઉત્તર પ્રદેશના વરિષ્ઠ મંત્રીઓના દાવાઓની રિયાલિટી ચેક કરવામાં આવી જેમાં તેઓ પૂરી રીતે ખોટા સાબિત થયા. સૂર્ય પ્રતાપ શાહીના ગૃહ જનપદ દેવરિયાના રાઘવ નગર સ્થિત તેમના આવાસની બાજુમાં કરિયાણાની દુકાનમાં જ્યારે દાળની કિંમત 100 રૂપિયા કિલોની વાત સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત રહી ગયા અને પછી હસવા લાગ્યા.

દુકાનદારે કહ્યું કે, તેઓ 160-170 રૂપિયા પ્રતિ કિલો દાળ વેચે છે અને રહી વાત 100 રૂપિયા કિલોની તો તેમની દુકાન પર આ રેટમાં કોઈ દાળ વેચાતી નથી. ત્યારબાદ કૃષિ મંત્રીના આવાસથી લગભગ 600 મીટર દૂર નરહી ગલ્લા મંડીમાં પહોંચીને ત્યાંની કિંમત જાણી. દુકાન માલિકે કહ્યું કે, અમે લોકો કાઉન્ટર પર અડદની દાળ 162-170 રૂપિયા કિલો વેચી રહ્યા છીએ. 100 રૂપિયા કિલો કે તેનાથી ઓછામાં કોઈ દાળ નથી. રદ્દીમાં રદ્દી દાળ પણ 100 રૂપિયા કિલો નથી. સૌથી લો ક્વાલિટીની દાળ 130-140 રૂપિયા કિલો છે. સારી ક્વાલિટીની દાળ 162-170 રૂપિયા કિલો સુધી વેચાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp