'મેડમજી દાળમાં લોટ ભેળવે છે', ફરિયાદ કરવા આવેલા વિદ્યાર્થીને પ્રિન્સિપાલે માર્યો

PC: aajtak.in

બાંદામાં એક સરકારી શાળાના શિક્ષક પર એક વિદ્યાર્થી પર મારપીટ અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી અને તેની માતાનો આરોપ છે કે શિક્ષક 'મિડ ડે મીલ'માં પીરસાતી દાળમાં લોટ ભેળવે છે. તેણે આ પ્રકારની ફરિયાદ કરતાં બાળકનું ગળું દબાવ્યું અને માથામાં માર પણ  મારવામાં આવ્યો હતો. પીડિત પરિવારે DM દુર્ગા શક્તિ નાગપાલને ફરિયાદ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે.

ઉત્તર પ્રદેશના બાંદામાં એક માસૂમ વિદ્યાર્થીએ શાળાના શિક્ષકો પર તેને માર મારવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિત વિદ્યાર્થી તેની માતા સાથે DM દુર્ગા શક્તિ નાગપાલની ઓફિસ પહોંચી અને આરોપી શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. DM દુર્ગા શક્તિ નાગપાલે શિક્ષણ વિભાગના અધિકારીઓને તાત્કાલિક આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

હકીકતમાં, મામલો બાબેરુ બ્લોકની સરકારી જુનિયર સ્કૂલ પલહરીનો છે. 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા પીડિત વિદ્યાર્થીની માતાએ DM દુર્ગા શક્તિ નાગપાલને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, તેનો પુત્ર પલહરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આરોપ લગાવતા તેણે કહ્યું કે, સ્કૂલના ત્રણ શિક્ષકો તેના પુત્રને પકડીને પ્રિન્સિપાલના રૂમમાં લઈ ગયા.

ત્યાર પછી, બે શિક્ષકો બહાર આવીને ઉભા રહી ગયા, ત્યાર પછી પ્રિન્સિપાલ અને અંદર રહેલા એક શિક્ષકે મળીને બાળકનું ગળું દબાવ્યું હતું. ત્યાર પછી તેઓએ બાળકને માર પણ માર્યો હતો. પીડિતની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ અગાઉ શાળાના શિક્ષકોને મધ્યાહન ભોજનમાં દાળમાં લોટ ભેળવવામાં આવતો હોવાની ફરિયાદ પણ કરી હતી.

વિદ્યાર્થીની માતાનો આરોપ છે કે, આનાથી નારાજ થઈને તેમણે તેના બાળકને પરીક્ષા પણ ન આપવા દીધી. તેમજ અમે ફરિયાદ કરી હોવાથી અમારી સામે શાળાના શિક્ષકનો રોષ ભભૂકી ઉઠ્યો છે. તે કહે છે, તમે જ્યાં ઇચ્છો ત્યાં ફરિયાદ કરો, કોઈ કંઈ કરી શકશે નહીં. પરંતુ, અમને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે.

ઈન્ચાર્જ આસિસ્ટન્ટ એજ્યુકેશન ડાયરેક્ટર કિશન કુમારે કહ્યું કે, ધોરણ 6ના વિદ્યાર્થીને માર મારવાનો મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. આરોપ છે કે, પ્રિન્સિપાલે બાળક સાથે મારપીટ કરી છે. આ મામલાની તપાસ બ્લોક એજ્યુકેશન ઓફિસર બાબેરૂ કરી રહ્યા છે. તપાસ કર્યા પછી મામલો સાચો છે કે નકલી તે બાબતની પુષ્ટિ થશે. તપાસ રિપોર્ટ આવ્યા પછી આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp