હવે મેડમ તુસાદ મ્યુઝિયમમાં જોવા મળશે PM મોદી

PC: youtube.com/Madame Tussauds Hong Kong

મેડમ તુસાદ મ્યુઝિયમ મોદીનું પૂતળું સિંગાપુર, લંડન, હોંગકોંગ તથા બેંગકોકના મ્યુઝિયમમાં મૂકાશે. મેડમ તુસાદના મ્યુઝિયમની મુલાકાત લેનારા કેટલાક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેક્સ સ્ટેચ્યુ સામેલ કરવાના સૂચનો કર્યાં હતાં. મેડમ તુસાદના ગ્લોબલ હેડ ઓફ મીડિયા રિલેશન્સ કેરિન લેનિસિએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ટાઇમ મેગેઝિનની વર્ષ 2015ની યાદીમાં ટોચના પ્રભાવશાળી દસ વ્યક્તિઓની યાદીમાં તેમને સ્થાન મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર પણ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પછી વડાપ્રધાન મોદી બીજા ક્રમાંક પર સૌથી વધુ ફોલો થતાં રાજકીય નેતા છે. લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં કેટલો રસ છે, તેનો ખ્યાલ આ વાસ્તવિકતાથી આવી શકે છે. જાન્યુઆરી મહિનામાં મેડમ તુસાદ મ્યુઝિયમની એક ટીમે નવી દિલ્હીમાં સાત રેસકોર્સ રોડની મુલાકાત લીધી હતી. આર્ટિસ્ટ્સે મોદીની આંખનો રંગ, વાળ, ઊંચાઈ, સિગ્નેચર કોસ્ચ્યુમ વગેરેની સરખામણી કરી હતી. મોદીએ વેક્સ સ્ટેચ્યુમાં ક્રીમ કલરનું જેકેટ પહેર્યું હશે તથા નમસ્કારની મુદ્રામાં હશે. સ્ટેચ્યુને બનાવતાં આર્ટિસ્ટ્સને ચાર મહિના જેવો સમય લાગે છે. સ્ટેચ્યુને બનાવવા માટે અંદાજે 1.42 કરોડનો ખર્ચ થશે.

મેડમ તુસાદમાં અત્યાર સુધી જે ભારતીય સેલિબ્રિટીઝની વેક્સ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક રોશન, એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, કરીના કપૂર, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ અને સચિન તેંડુલકર સામેલ છે.  મેડમ તુસાદ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1836માં લંડનમાં થઈ હતી અને હાલમાં દુનિયાભરમાં 20 બ્રાંચ આવેલી છે. વર્ષ 2017માં ભારત-યુકે સાંસ્કૃતિક વર્ષની ઉજવણીના ભાગ રૂપે મેડમ તુસાદ મ્યુઝિયમને બોલિવુડ સ્ટાર્સ દ્વારા દિલ્હીમાં શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુકે પ્રવાસ દરમિયાન આ જાહેરાત કરી હતી.

હોંગકોંગમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે યુટુયુબ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં આર્ટિસ્ટ્સની ટીમ વડાપ્રધાનના ચહેરા અને શરીરના માપ લેતા જોવા મળે છે.

વીડિયો જોવા નીચે ક્લિક કરો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp