મારી જાન છે, મિત્ર છે.. વ્યક્તિની ગરોડી સાથે ગજબની યારી, 24 કલાક ચોંટી રહે છે

PC: freepressjournal.in

ગરોડીનું નામ સાંભળતા જ કેટલાક લોકોને શરીરમાં કંપારી આવી જાય છે, પરંતુ અમે આજે તમને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમા રહેનારા એક એવા વ્યક્તિ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જેનો દાવો છે કે તેની ગરોડી સાથે ગાઢ મિત્રતા છે. જિલ્લાના જયારોગ્ય હૉસ્પિટલ બહાર રહેવા અને મજૂરી કરનાર એક યુવક દિનેશ લોધી અને ગરોડીની મિત્રતા બાબતે અહીં લોકો પણ ચર્ચા કરે છે. દિનેશનું કહેવું છે કે એક મહિના અગાઉ રાત્રે ઊંઘતી વખત એક ગરોડી તેના કપડામાં આવી ગઈ હતી.

પહેલા તો તેણે ઉંદર વગેરે સમજીને પોતાના કપડાં ઉતાર્યા, પરંતુ જ્યારે દિનેશે જોયું તો તેમાં ગરોડી હતી, તેણે ગરોડીને ભગાવવાનો પ્રયાસ કર્યો તો તે ફરીથી દિનેશના કપડાં પર જ બેસી રહી. હવે તે દિનેશ સાથે જ આખો દિવસ રહે છે. હાલના દિવસોમાં ગ્વાલિયરમા કડકડતી ઠંડી પડી રહી છે. એવામાં દિનેશ જયારોગ્ય હૉસ્પિટલ બહાર ફૂટપાથ પર બનેલા પોતાના આશ્રય બહાર આગ સળગાવીને ગરમી મેળવે છે.

એ સમયે ગરોડી પણ તેના કપડાં પર બેસી રહે છે. જો ગરોડી થોડા સમય માટે આમ તેમ થઈ જાય તો દિનેશ બેચેન થઈ જાય છે. દિનેશ કહે છે કે હવે તે ગરોડીને પોતાનાથી અલગ નહીં કરી શકે કેમ કે તેમાં તેનો જીવ વસે છે. દિનેશનું કહેવું છે કે ગરોડી તેનો જીવ છે, મિત્ર છે. રોડના કિનારે ફૂટપાથ પર ઊંઘનાર દિનેશનું કહેવું છે કે પહેલા તેને એક સાંપે ડંખ મારી લીધો હતો તો તેણે પોતે જ બ્લેડ મારીને સાંપનું ઝેર કાઢી દીધું હતું.

ગરોડી પણ તેને બે ત્રણ વખત બચકાં ભરી ચૂકી છે, પરંતુ તેની તેને કોઈ અસર થઈ નથી. હવે તે દિનેશના હાથ, પગ, ટોપી અને જેકેટ પર 24 કલાક બેસી રહેલી જોવા મળે છે. માણસ અને ગરોડીની મિત્રતા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. દિનેશનું કહેવું છે કે આ ગરોડી હટતી નથી. જો તે હટાવવા માગે તો હટાવી શકે છે પરંતુ તેને પણ ઠંડી લાગી રહી છે એટલે ચોંટેલી છે. દિનેશનું કહેવું છે કે ગરોડી હવે તેને બચકું નહીં ભરે. કેમ કે એ તેની મિત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp