મંદિરોમાં ગેર હિન્દુઓનો પ્રવેશ ન થાય એટલે લગાવવામાં આવે બોર્ડ, મદ્રાસ HCનો આદેશ

PC: chennaitourism.travel

મદ્રાસ હાઇ કોર્ટે મંગળવારે તામિલનાડુ સરકારના હિન્દુ ધર્મ અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગને બધા હિન્દુ મંદિરોમાં એક બોર્ડ લગાવવાના નિર્દેશ આપ્યો છે. એ બોર્ડ પર લખેલું હશે કે ગેર હિન્દુઓને મંદિરમાં 'કોડિમારમ' (ધ્વજસ્તંભ) ક્ષેત્રથી આગળ જવાની મંજૂરી નથી. કોર્ટે કહ્યું કે, હિન્દુઓએ પણ પોતાના ધર્મને માનવા અને તેનું પાલન કરવાનો અધિકાર છે. હાઇ કોર્ટે મદુરાઇ પીઠના ન્યાયાધીશ એસ. શ્રીમથીએ ડી. સેન્થિલ કુમારની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય આપ્યો છે.

અરજીમાં શું હતું?

હાઇ કોર્ટમાં આ કેસ સેન્થિલ કુમારની અરજી બાદ આવ્યો. સેન્થિલ કુમાર અને અરુલ્મિગુ પલાની ધનદાયુતપાની સ્વામી મંદિર અને તેમના ઉપ મંદિરોમાં માત્ર હિન્દુઓને જવાની મંજૂરીનો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો. તેણે મંદિરોના બધા પ્રવેશ દ્વારો પર આ સંબંધમાં બોર્ડ પણ લગાવવાના નિર્દેશનો અનુરોધ કર્યો હતો. કોર્ટે અરજી સ્વીકારતા મંદિરોના પ્રવેશ દ્વાર, ધ્વજસ્તંભની નજીક અને મંદિરમાં મુખ્ય સ્થળો પર બોર્ડ લગાવવાના નિર્દેશ આપ્યા, જેમાં એ લખેલું હોય કે ગેર-હિન્દુઓને મંદિરની અંદર કોડિમારમથી આગળ જવાની મંજૂરી નથી.

કોર્ટે કહ્યું કે, જો કોઈ ગેર હિન્દુ કોઈ મંદિરમાં જાય છે તો અધિકારીઓએ એ વ્યક્તિ પાસે એક શપથ પત્ર લેવો પડશે કે તેને દેવતામાં વિશ્વાસ છે અને તેઓ હિન્દુ ધર્મના રીત રિવાજો અને પ્રથાઓનું પાલન કરશે અને મંદિરના રીત રિવાજોનું પાલન કરશે. ન્યાયાધીશ એસ. શ્રીમથીએ નિર્ણય સંભળાવ્યો કે એવા ઉપક્રમોને મંદિર અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલા રજીસ્ટરમાં નોંધવામાં આવશે.

કોર્ટે કહ્યું કે, હિન્દુઓને પણ પોતાના ધર્મને સ્વતંત્ર રૂપે માનવા અને તેનો અભ્યાસ કરવા અને પોતાના અભ્યાસની રીતોમાં હસ્તક્ષેપ કર્યા વિના ધર્મનો પ્રચાર કરવાનો મૌલિક અધિકાર છે. એટલે હિન્દુઓને પોતાના મંદિરોને પોતાના રીત રિવાજો, પ્રથાઓ મુજબ બનાવી રાખવાનો અધિકાર છે અને હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગનું કર્તવ્ય છે કે તે મંદિરોમાં એવી અવાંછિત ઘટનાઓથી બચાવે.

કેમ દાખલ કરવામાં આવી અરજી?

અરજી દાખલ કરનાર સેન્થિલ કુમાર મંદિરની તળેટીમાં એક દુકાન ચલાવે છે. તેમણે કહ્યું કે, કેટલાક ગેર હિન્દુઓએ મંદિરમાં બળબરીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો. તેઓ ત્યાં પિકનિક મનાવવા આવ્યા હતા. જ્યારે અધિકારીઓ સાથે તેમની બહેસ થઈ તો તેમણે કહ્યું કે, આ એક પર્યટન સ્થળ છે અને અહી ક્યાંય લખ્યું નથી કે ગેર હિન્દુઓને પ્રવેશ કરવાની મંજૂરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp